"મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે..." આ Heading સાથે જમાવટ પર પત્ર આવ્યો જેમાં અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-12 16:41:04

મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે.. આ કિડા પાસે દેશ અને પ્રજાની સેવા કરવાની વફાદારી જ નથી... આ ટાઈટલ સાથે જમાવટ પર દર્શકે પત્ર મોકલ્યો..  પોતાના પત્રમાં તેમણે જ્ઞાતિવાદને લઈ વાત કરી ઉપરાંત ભ્રષ્ટાચારને લઈને પણ વાત કરી.. ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદ સહિતના અનેક એવા મુદ્દાઓ છે જે આખી સિસ્ટમને બગાડી શકે છે.. પોતાના પત્રમાં દર્શકે નેતાઓની પણ વાત કરી.. રાજકારણની કડવી વાસ્તવિક્તા તેમણે દર્શાવાનો પ્રયત્ન કર્યો છે..  


જ્ઞાતિવાદ ખુદ હકિકીતે તેની જ જ્ઞાતીમા અસામાજીક તત્વો, ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓને રીતસર પાળે છે. પ્રજા સાત્વિક બહાદુર વ્યકિત સાથે ઉભી રહેતી નથી. કેટલાય મતદાતા મતદાન કરતા નથી. ડાયરાના કલાકારો પ્રમાણીકતા બહાદુરના જે ભજનો ગાઈ છે તેવુ વાસ્તવિકત કાઈ જ નથી. પ્રજા ગુણવાન સિધ્ધાંતવાદી સેવકને સત્કાર કરવા તદન નગુણી બની ગઈ છે. તેવી પરિસ્થિતીમાં કોઈ પણ પક્ષ કાઈ ઉકાળી શકે નહી, કારણ પ્રજાને જ ખબર નથી મજબુત લોકશાહી માત્ર પ્રમાણીક બહાદુર નેતા વિના શક્ય જ નથી. બહાદુર પવિત્ર નેતા ગરીબ હોઈ શકે.. તેની પાસે પ્રજા ઉભવા તૈયાર નથી. આ પ્રજા જેલમા સજા ભોગવતા હલકટ નીચ નેતાને ચાટવા કાંઈ ખામી રાખતો નથી, આ પ્રજામા અનેક અત્યાચારોના પહાડ સર્જનહાર પૈસાદારોના પગના તળીયા ચાટવાના ચસ્કાદારો છે. ઐયાસી જીવન જીવવાના અનેક જાતિવાદી નેતાઓએ ખાદી ધારણ કરી લીધી છે. આવા વાતાવરણમા જે પ્રજા પોતાના જ સમાજના અસામાજીક તત્વોને ખુલ્લા પાડે.. જાતિવાદી નહી પણ રાષ્ટ્રવાદી લોકોનો પક્ષ બનાવે તે જરૂરી છે જે અશક્ય જ છે.  કેજરીવાલના આપ પક્ષે ચુસ્તબંધ પ્રમાણીકની છાપ ઊભી કરી સૌથી અપ્રમાણીક અને ભ્રષ્ટાચારી પક્ષ સાબિત થઈ ગયો.. દગાખોર સાબિત થઈ ગયો. 


હાલમા ભ્રષ્ટ નેતાઓ પ્રજામા જાતિવાદીનુ ઝેર ફેલાવી અને મતોમાં વિભાજન કરી સતા મેળવવાની હલકટતા ઉપર ઉતરી ગયા છે.. આ હલકટતા કેટલી ખરાબ કોઈ મને કહે તો હુ કહીશ તે પોતાના જ લોકોમા વેશ્યાવાડો ઊભો કરી, ઐયાસીની ચરમસીમા પિરશીને પણ સતા જમવા તૈયાર થઈ જાય તેવી હલકટતા છે, કારણ પ્રજાને મતદાન કરતા આવડતુ નથી. પ્રજાને રાજકારણની રમત પવિત્ર અને અપવિત્રતાને સમજતુ નથી, પ્રજા પોતાના ભ્રષ્ટ મિત્ર, જ્ઞાતીને જીતાડવા મતદાન માત્ર કરતુ નથી પણ ગુંડાગીરી કરે છે માત્ર સતા હાસલ કરી દેશને લુટવા. સાત્વિક પૈસાદાર હોવુ ગુન્હો નથી પણ સાથે દેશભક્તિ જરૂરી હોય છે.. તમારી ભુતકાળની મથરોટી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમની KHAM જુગલબંધીએ જે અત્યાચાર ગુજરાતને આપેલ તે મહાભયંકર હતો. તે રીત હલકટકાની ચરમસીમા ઉપર હતી.. કોઈ પણ નવા પક્ષમા જુના ભ્રષ્ટ નેતા વીના શકય નથી, તે વીના દહી જામે તેમ નથી. પ્રજાના જ વર્તનના કારણે ચુટણીમા ધનદોલત ની રમત છે. પૈસામા વેચનારી પ્રજા સતામા આવે તો અત્યાચારનો સમુદ્ર જ બને જે આજની પરિસ્થિતને કેટલીય સારી કહેવડાવે. 

હાલમા એક જ માત્ર ઉપાય.



પ્રજા પોતે પોતાના વિસ્તારના પ્રમાણિક પણ બહાદુર સમ્રાટ નેતાની પસંજગી કરે.. પછી તે ભલે ગરીબ હોય, તે ઉમેદવારને જીતાડવાની જેતે પક્ષને ખાત્રી આપે અને તે પક્ષ તે ઉમેદવારને ટીકિટ આપે.. 

રામનુ રાજકારણ તેટલે પ્રમાણીક રાજકારણ જે રામચરિત્રમા છે, અન્ય કયાંય પણ આવો ઈતિહાસ નથી

દેશહિતનુ રાજકારણ અને દેશ લુટવાનુ રાજકારણ અને દેશ તોળવાનુ રાજકારણ સમજવા માટે પ્રજાએ પીએચડીની ડીગ્રી લેવી પડે તેવી પરિસ્થિત છે.. 


પ્રજાને સલામતી, રામરાજયનો વહિવટ, પોતાના પરિવારનુ સુખ જોઈતુ હોય તો આ કરવુ પડે.. નેતા ચુટાયા બાદ નેતાની સાથે સતત મદદ રૂપ થવુ જોઈએ.. નેતા સેવા છે અને જે સતસેવા કરે તેને પ્રજાએ સાથ આપવો જોઈએ.. પ્રજાના નોકર જેવી મજુરી કરનાર વાસ્તવમા પ્રજાના માવતર પણ હોય છે તે પ્રજા સમજે. પોતાના બાળકો માટે કાળી કારમી મજુરી કરનાર માવતરને જો બાળકો નોકર સમજે તો સંસ્કૃતીનુ પતન કરનાર તે બાળક જ. 


પૈસા મેળવવા જે ચકનાચુર થઈ  કામ કરે તે મહા મુર્ખતા છે.. બાંગ્લાદેશમાંથી ભારતની પ્રજા શીખે.. દેશ સલામત તોજ ઘર સલામત હોય છે, તે અકકલ વિકશાવે પ્રજા, જે માત્ર શ્રેષ્ઠ મતદાનથી જ શકય બાકી પૈસા અને સ્ત્રીઓ બન્નેને ધન સમજીને ઐયાસી માણવા અત્યાચારો લુટશે.. જેને વધુ પત્નિઓ રાખવાની શોખ છે તે રાજા પિતાને તેનાજ પુત્રો અને અરસપરસ પરિવારના જ હત્યા કરશે તે ઈતિહાસ થઈ ચુકયો છે.. 



પ્રજા જાગે તો જ સવાર 

નહિ તો ઘોર અંધારી રાત

વિનુ સચાણીયા ગજજર



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.