ગાયને આપણે માતા માનીએ છીએ.. તેમની પૂજા કરીએ છીએ.. ગાયો સુરક્ષિત રહે તે માટે ઢોરવાસમાં તેમને રાખવામાં આવે છે.. પરંતુ અનેક ઢોરવાસ એવા હોય છે જેને જોઈ ત્યાં રહેતી ગાયમાતાની દયા આવી જાય... રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોંગ્રસના નેતાઓ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા ઢોરવાસની મુલાકાતે ગયા હતા જ્યાં 532ની કેપેસિટી હોવા છતાંય 1045 પશુઓને રાખવામાં આવતા હતા. આટલી સંખ્યામાં પશુઓને તો રખાતા પરંતુ તેમને પૂરતું ભોજન પણ આપવામાં ન આવતું .. ઘાસચારો સારો ઉપલબ્ધ કરવામાં આવતો ન હતો.
પશુઓને આપવામાં આવતો ઘાસચારો પણ સારો ના હતો!
સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોના મોત થયા છે... તેમનું કહેવું હતું કે એક જ દિવસમાં 10 પશુઓના મોત થયા છે પરંતુ સરકારી ચોપડે માત્ર 6 પશુઓના મોત બોલે છે.. ઉપરાંત જે સ્થળ પર પશુઓને રાખવામાં આવે છે તે સ્થળ પણ એકદમ ગંદુ હોય છે.. પૂરતો ઘાસચારો પણ નથી આપવામાં આવતો. ઉપરાંત ઘાસચારો પણ ચોખ્ખો નથી હોતો જેને કારણે કાંતો તે ભૂખમરાનો શિકાર બને છે અથવા તો તેમના પેટમાં માટી જાય છે.. જે ટ્રસ્ટ આની સંભાળ રાખે છે તેનું નામ જીવદયા ટ્રસ્ટ છે. 532 પસુઓને રાખવાની કેપેસિટી છે પરંતુ ત્યાં 1045 પશુઓને રાખવામાં આવે છે...
અનેક ગાયોના થયા મોત
મહત્વનું છે કે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે રાજકોટ શહેરના ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 75 જેટલા 6 પશુઓના મોત નિપજ્યા છે. આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..એક ન્યુઝ પેપર સાથે વાતચીત કરતા દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બો જે પશુઓને પકડીને લાવે છે તે બિમાર હોય છે.. પ્લાસ્ટિક ખાવાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે તેવી વાત તેમણે કરી હતી. એનિમલ હોસ્ટેલનુ સંચાલન જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટ સંચાલન કરવાની ઈચ્છા નહીં ધરાવતું હોય તો સંચાલન પરત લઈ લેવામાં આવશે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..