માલધારીઓએ ઢોરવાડા બહાર કર્યા અચોક્કસ મુદતનાં ધરણા, Gujarat Congress તેમજ AAP આવી પશુપાલકોના સમર્થનમાં, સરકારને ઘેરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:59

રખડતા ઢોરને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. રખડતા ઢોરને કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. વાહનચાલકોમાં પણ ડર વ્યાપી ઉઠતો હોય છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. અનેક ગાયોને પકડવામાં આવી. ઢોરવાસમાં ગાયોની સારી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘાસચારો તેમજ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ખુલ્લામાં ગાયોના મૃતદેહને રાખવામાં આવે છે તેવા અનેક વીડિયો સામે આવ્યા હતા. ગાયોને મદ્દે ગુજરાત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

ગાયોના મૃતદેહ પડ્યા હોય તેવા અનેક વીડિયો આવે છે સામે 

રાજ્યમાં પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા વધતી જઈ રહી છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. રસ્તા પર શાંત લાગતા ઢોર ગમે ત્યારે એટેક કરી દે તેની ખબર નથી હોતી. ત્યારે રખડતા ઢોરના વધતા હુમલાને કારણે ઢોરને પકડવા માટે તંત્રને હાઈકોર્ટે આદેશ અપાયો હતો. હાઈકોર્ટની અનેક ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારે પકડવા માટે ટીમ જતી ત્યારે ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પણ વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગાયોની સારસંભાળ નથી લેવામાં આવતી તેને કારણે ગૌમાતા મોતને ભેટી રહી છે તેવા આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા હોય છે. 

પ્રવીણ રામે પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી!  

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડા માલધારીઓના સમર્થનમાં આવ્યા! ગાય માતાના સરક્ષણ માટે માલધારી સમાજ દ્વારા આયોજીત ધરણામાં સહભાગી થયા હતા. ટ્વિટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે ગાય માતાના નામ પર સત્તામાં આવેલી ડબલ એન્જિનની સરકારમાં એએમસી ગાયમાતાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી જગ્યાની મુલાકાત લીધી. જે જગ્યા પર 500 ગાયો જ રહી શકે છે ત્યાં 5000 ગાયો રાખવામાં આવી છે. પર્યાપ્ત ઘાસચારો પણ નથી... સરકાર પર તેમણે પ્રહાર કર્યો તો બીજી તરફ ગુજરાત આપ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ નેતા પ્રવીણ રામે પણ  ધરણા પર બેઠેલા પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. 


માલધારીઓ લડી લેવાના મૂડમાં!

મહત્વનું છે કે માલધારી સમાજ આ વખતે આ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી નીતિનો તેમનો વિરોધ કર્યો હતો. એવા પણ વીડિયો સામે આવ્યા જેમાં માલધારીઓએ ગાયોનું બેસણું કર્યું હોય. ત્યારે આવનાર સમયમાં આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું!        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે