ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલની CBIએ કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:21:16

આઝાદ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌંભાંડ આચરી ફરાર થયેલા એબીજી શિપયાર્ડના ચેરમેનની ધરપકડ કરાઈ છે.  સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા ગુજરાત સ્થિત શિપિંગ કંપની  એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842  હજાર કરોડ બેન્ક ફ્રોડની તપાસ કરી રહી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં ઋષિ અગ્રવાલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે. 


28 બેન્કો સાથે 22,842 કરોડની છેતરપિંડી  


સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલે 28 બેન્કો સાથે 22,842 કરોડની ઠગાઈ કરી છે. એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842  કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સમાચાર બહાર આવતા દેશના આર્થિક ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દેશની તમામ મોટી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇને આ કૌંભાડથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.


બનાવટી પ્રોજેક્ટ હેઠળ મેળવી હતી લોન 


એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી, જો કે બાદમાં તે લોન ચુકવી ન હતી. વર્ષ 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે