BJP સાંસદ નિશિકાંત દુબેનો દાવો, મહુઆ મોઈત્રા વિરૂધ્ધ લોકપાલે આપ્યો તપાસનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-08 17:20:45

કેસ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાની મુસીબત વધી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈએ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે લોકસભાએ આજે મારી ફરિયાદ પર રાષ્ટ્રિય સુરક્ષાને ગીરો મુકીને ભ્રષ્ટાચાર આચરનારા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સીબીઆઈ તપાસનો હુકમ આપ્યો છે.  


મહુઆ મોઈત્રા પર શું છે આરોપ?


ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઈત્રાએ સંસદીય આડીનો તેમનો લોગ-ઈન પાસવર્ડ શેર કર્યો હતો. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે મહુઆ મોઈત્રાએ બિશનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગિન એક્સેસ આપ્યું હતું. આ બાબતની ફરિયાદ નિશિકાંત દુબેએ આઈટી મંત્રીને કરી હતી. જો કે મહુઆ મોઈત્રાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. અંતે આ સમગ્ર મામલો એથિક્સ કમિટી પાસે પહોંચ્યો હતો, જેના પર સુનાવણી થઈ હતી.  ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા સંસદ અને સંસદની બહાર પણ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે