Jammu-Kashmirના પૂર્વ રાજ્યપાલ Satya Pal Malikના ઘરે CBIના દરોડા, આ આરોપને લઈ થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-22 12:45:56

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ત્યાં સીબીઆઈએ રેડ પાડી છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30 અન્ય જગ્યાઓ પર સીબીઆઈએ રેડ ગુરૂવારના દિવસે પાડી છે. કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં આ રેડ પાડી છે તેવી માહિતી સામે આવી છે. સીબીઆઈએ ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હી સ્થિત ઘરમાં તેમજ ઓફિસોમાં દરોડા પાડ્યા છે. ત્યાં તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિકને ત્યાં તપાસ થઈ રહી છે.

30 જગ્યાઓ પર સીબીઆઈએ કરી રેડ!

થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યો તેની પહેલા તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. સત્યપાલ મલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. પૂર્વ રાજ્યપાલ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે  અને તેને લઈ આ તપાસ કરવામાં આવી રહી છે. એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે બે યોજનાની ફાઈલને મંજૂરી આપવા માટે પૈસા માગ્યા હતા. આ મામલે પહેલા પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 30 જેટલા ઠેકાણા પર સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.