દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાને CBIનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:09:31

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી ત્યારે દારુ કાંડમાં આજે સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું છે. સીબીઆઈએ મનીષ સીસોદિયાને આવતીકાલે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીથી અટકળો વહી રહી છે તે મુજબ આવતીકાલે મનીષ સીસોદિયાની ધરપકડ પણ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ વિજય નાયર, સમીર મહેંદ્રુ અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી લીધી છે. ત્રણ આરોપીઓના દારુકાંડ મામલે મનીષ સીસોદિયાની પણ આરોપ લગાવવામાં આવ્યા છે. 


AAPએ CBI-ED પર કર્યા આક્ષેપ

આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવતીકાલે મનીષ સીસોદિયા સીબીઆઈ કાર્યાલય જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આતિશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ એ નથી જણાવી શકી કે તેમને મનીષ સીસોદિયા પાસેથી શું મળ્યું છે. CBI-EDને ખોટા કેસમાં 400-500 અધિકારીઓને લગાવ્યા છે પણ તેઓને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મળ્યો. 


દારૂ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કર્યાનો આક્ષેપ

22 જુલાઈએ નવી લિકર પોલીસી મામલે દિલ્લીના ઉપ રાજ્યપાલ VK સક્સેનાએ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા સામે સીબીઆઈ તપાસની માગ કરી હતી. VK સક્સેનાએ મનીષ સીસોદિયા સામે નિયમોમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ સરકારે દિલ્લી સરકાર પર દારૂના ઠેકા ચલાવનારાઓના 144 કરોડ આમ આદમી પાર્ટીએ માફ કર્યા છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. 



દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.

રાજકોટ કોંગ્રેસના નેતાએ એક ટ્વિટ કરી હતી જેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરતમાં જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં બનતા બનતા રહી ગઈ તેવો ઉલ્લેખ કોંગ્રેસનેતાએ ટ્વિટ કરી હતી.