CBSE CTET 2023નું રિઝલ્ટ જાહેર, 9 લાખ ઉમેદવારો થયા પાસ, આ રીતે ચેક કરો પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-03 21:43:47

કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)નું પરિણામ જાહેર કરી થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ શુક્રવારે આ અંગે નોટિસ જારી કરી છે. CBSEએ તેની સૂચનામાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા 28 ડિસેમ્બર, 2022 થી 7 ફેબ્રુઆરી, 2023 સુધી ઑનલાઇન (CBT) મોડમાં લેવામાં આવી હતી.


આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ 


CBSEના  જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારોએ આ CTET પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકે છે. CBSE એ કહ્યું કે તેઓએ તેમની સત્તાવાર વેબસાઇટ અને CTET વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in https://cbse.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.


માર્કશીટ ક્યારે આવશે?


CTETના પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓની માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્રો પણ ટૂંક સમયમાં ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના દ્વારા CTET ડિસેમ્બર-2022 ના ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ડિસેમ્બર 2022થી 7 જાન્યુઆરી 2023 સુધી આયોજિત થયેલી CTET પરીક્ષામાં 9.5 લાખથી વધારે ઉમેદવારોએ પેપર 1 અને 3,76,025 ઉમેદવારો પેપર 2 માં ક્વોલીફાઈ થયાં છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.