Kevadiya ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM Modiએ સરદાર પટેલને કર્યા યાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 11:24:27

31 ઓક્ટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી... ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંહ ફાળો આપ્યો હતો. 550થી વધુ રજવાડાઓને તેમણે સમજાવ્યા હતા અને તે બાદ રજવાડાઓએ પોતાનું સામ્રાજ્ય આપ્યું હતું. પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી તે બાદ આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન થાય છે. પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત છે. વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી છે.  દેશના વિવિધ રાજ્યોમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને સંબંધિત પણ કર્યા હતા.  

દેશવાસીઓને પીએમ મોદીએ લેવડાવ્યા શપથ

દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતના શિલ્પી ગણતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ દિવસની ઉજવણી કરાય છે પરંતુ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. એસઓયુ ખાતે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ આ એકતા પરેડમાં ઉપસ્થિત છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા, તેમના ચરણોમાં નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ પણ લેવડાયા હતા.


હેરિટેજ ટ્રેનની પીએમ મોદી કરાવશે શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરાયેલી પરેડમાં અર્ધ લશ્કરી દળો તેમજ પાંચ રાજ્યોની પોલીસ જોડાઈ હતી.પીએમ મોદી સમક્ષ તેમણે પરેડ કરી હતી. પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કમલમ પાર્કને તેઓ લોકો માટે ખુલ્લો મુકશે. તે ઉપરાંત પીએમના હસ્તે હેરિટેજ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ ટ્રેન અમદાવાદથી દર રવિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ ઉપડશે અને 10 વાગ્યાની આસાપસ કેવડિયા પહોંચાડશે. આ ટ્રેનમાં 140થી વધુ મુસાફરો પ્રવાસ કરી શક્શે. આ ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત એકતાનગર ખાતેથી તેઓ 196 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તેમજ ઉદ્ધાટન કરવાના છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે