કેન્દ્રએ કહ્યું કોરોના વેક્સિનના 22 લાખ ડોઝ બગડ્યા, પરંતુ ગુજરાતના આરોગ્યમંત્રીએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-05 15:20:34

ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચક્યું છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે લોકો એકાએક વેક્સિન લેવા પ્રોત્સાહિત થયા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં વેક્સિનના ડોઝ બગડવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં રસીના એક પણ ડોઝ બગડ્યા નથી.   

Gujarat CM Bhupendra Patel Oath Ceremony Live Updates: ભૂપેન્દ્ર પટેલના નવા  મંત્રી મંડળમાં ઋષિકેશ પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફળ


કોરોના વેક્સિનની માગ એકાએક વધી 

વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે હાહાકાર વ્યાપી ઉઠ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનેક લોકોના મોત પણ થયા છે. ભારતમાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. લોકો વેક્સિન લગાવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કોરોનાની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ન ફેલાય તે માટે લોકો વેક્સિન લેવા પડાપડી રહ્યા છે. વધતી માગને જોતા વેક્સિનનો ડોઝ મંગાવવામાં આવ્યો છે.

corona vaccine health ministry said vaccine will be cheaper from abroad ag  News18 Gujarati


પૂરતો સ્ટોક રાખવા તંત્રની તૈયારી 

કોરોના કેસ વધતા વેક્સિન લગાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકાએક લોકો વેક્સિન લેવા માટે લોકો બહાર આવી રહ્યા છે. વેક્સિનનો પૂરતો જથ્થો રાખવા સરકાર પ્રયત્ન કરી રહી છે.   ગુજરાત સરકારે વેક્સિનનો સ્ટોક પણ મંગાવ્યો છે. 


વેક્સિનનો એક પણ ડોઝ બગડ્યો નથી - ઋષિકેશ પટેલ 

કોરોનાની વધતી માગ વચ્ચે એક સમાચાર આવ્યા હતા જે અનુસાર વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો. આ વાત પર સ્પષ્ટતા કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ રસીનો ડોઝ નથી બગડ્યો. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા હતા તેનો ઉપયોગ પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો જથ્થો બગડ્યો ન કહેવાય.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.