Paper Leakને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં, NEET વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ જેમાં 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ


  • Published By :
  • Published Date : 2024-06-22 12:38:25

દેશમાં પેપર લીક થવું જાણે સામાન્ય બની ગયું છે.. પેપર લીક થવાની ઘટનાઓ અનેક વખત આપણી સામે આવે છે.. થોડા દિવસોની અંદર આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં પરીક્ષાને લઈ વિવાદ ચાલતો હોય છે કે આખે આખી પરીક્ષાને જ રદ્દ કરવામાં આવી હોય.. પેપર લીક કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેપર લીકને લઈ ફેબ્રુઆરી મહિનામાં કાયદો લાવી છે અને ગઈકાલે તે કાયદાનો અમલ કરવામાં આવ્યો.. જેમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે...   

Image


પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપના અધૂરા રહી જાય..

જ્યારે જ્યારે પેપર ફૂટે છે તેની સાથે સાથે ઉમેદવારોના સપના પણ તૂટે છે.. પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારો દ્વારા ,વિદ્યાર્થીઓ દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે.. એમ માનીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે હમણા કરેલી મહેનત તેમને આગળ જતા કામ લાગશે. પરંતુ જ્યારે પેપર ફૂટે અને પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે છે ત્યારે તે ઉમેદવારોએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. 



પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યો કાયદો

NEET,UGC-NET પરીક્ષાઓને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક  મહત્વનો કાયદો લાવવામાં આવ્યો છે પેપર લીકને રોકવા માટે.. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એનટીએ ચર્ચામાં રહ્યું છે. એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અનેક ચર્ચામાં રહી.. પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો જેનો અમલ 21 જૂન 2024ના મોડી રાત્રે કરવામાં આવ્યો. સરકારે કાયદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. કાયદા  પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  અનેક મોટી પરીક્ષાઓનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે