કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી


  • Published By :
  • Published Date : 2022-10-29 16:14:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને ગુજરાત રોજગાર મેળાનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે તાજેતરમાં જ ગુજરાતના 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી 

પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રોજગાર મેળાનું આયોજન થશે. કેન્દ્ર સરકારનો વિચાર છે કે 10 લાખ નોકરીઓ સર્જન થાય અને તેના પર કેન્દ્ર સરકાર કામ પણ કરી રહી છે. 


PM મોદીએ અનુબંધમ મોબાઈલ એપની પ્રશંસા કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ સરકારી ભરતીના વર્ગ 3 અને 4માં ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નાબૂત કરી, ઓજસ પ્લેટફોર્મની પણ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રીએ અનુબંધમ મોબાઈલ એપ અને વેબ પોર્ટલની વિશેષતા વિશે માહિતી હતી. આ બંનેથી રોજગાર આપનાર અને શોધનારનું મિલન થાય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા મામલે વીડિયો કોન્ફરન્સથી માહિતી આપી હતી. પરંતુ ગુજરાતમાં હાલ રોજગારી માટે યુવાનોને તકલીફ પડી રહી છે. ઉચ્ચ ઘરના લોકોને તો કેમ પણ કરીને ધક્કો લાગી જાય છે અને નોકરી મળી જાય છે પરંતુ ગરીબ ઘરના લોકોને જોબ માટે તકલીફ પડી રહી છે. તલાટીની પરીક્ષામાં 3 હજાર જગ્યાઓ માટે 20 લાખ ફોર્મ ભરાય છે. અન્ય પરીક્ષાઓ માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આનાથી ગુજરાતમાં રોજગારીની તકલીફનો આંકડાનો અંદાજ આવે છે. સરકાર સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સરકાર એવું નિવેદન આપીને વાત ટાળી દેય છે કે ફોર્મ જોબ કરતા લોકો પણ ભરતા હોય છે. આથી આ આંકડાથી બેરોજગારીનો આંકડો ના પકડી શકાય. વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો આંકડાઓ માગે છે ત્યારે અસલી આંકડાઓ સામે આવે છે પરંતુ તેના પર ધ્યાન નથી આપવામાં આવતું. ગુજરાતમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઉભું કર્યું છે તેના વિકાસને નકારી ના શકાય પણ મોટી ઈમારતો ચણી દેવાથી પર્મનેન્ટ જોબનું ક્રિયેશન નથી થતું તે એક ગંભીર વિષય છે. 














અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.