સુરક્ષા ચૂક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદની સુરક્ષા માટે CISFના જવાનો રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2023-12-21 15:27:40

સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા ચૂકની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે તેની 'વ્યાપક' સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો, તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયની કેટલીક ઇમારતો હેઠળની સંસ્થાઓનું રક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો જેથી CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી વ્યાપક ધોરણે કરી શકાય.



CRPF જવાનો રહેશે તૈનાત


કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વે શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા (PSS), દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ (PDG)ના હાલના  દળો પણ તૈનાત રહેશે. CRPFના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહની આગેવાની હેઠળની એક સમિતિ સંસદ સંકુલની સુરક્ષાના સમગ્ર મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.


આ કારણે થયો ફેરફાર

 

13 ડિસેમ્બરે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં મોટી ચૂંક જોવા મળી હતી, બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા.  તેમણે  'કેન'માંથી પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતો. આરોપીઓને બાદમાં સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે 'કેન''માંથી રંગીન ધુમાડો છોડ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.