કેન્દ્ર સરકાર દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેશે, નોટિસ જારી ફટકારી


  • Published By :
  • Published Date : 2023-08-30 15:35:08

કેન્દ્ર સરકાર દિલ્હીમાં વક્ફ બોર્ડની તમામ મિલકતો પોતાના કબજામાં લેવા જઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે નોટિસ જારી કરી હતી. દિલ્હીમાં વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઈમારતોમાં ઐતિહાસિક જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદને વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. આ વર્ષે જ એપ્રીલમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 1911થી 1914 દરમિયાન તેણે દિલ્હી વકફ બોર્ડના દાવાવાળી 123 પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું હતું.


સમિતિના રિપોર્ટના આધારે નિર્ણય


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના રિપોર્ટના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 


વકફ એક્ટ-1954 શું છે?


દેશની આઝાદી બાદ વકફની મિલકત અને તેની જાળવણી માટે વર્ષ 1954 વકફ એક્ટ-1954 બનાવવામાં આવ્યો હતો. આ 1995 માં બદલાઈ ગયું. ત્યારબાદ 2013માં પણ એક્ટમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તે કહે છે કે દરેક રાજ્ય વકફ બોર્ડ એક સર્વે કમિશનરની નિમણૂક કરશે, જે રાજ્યની તમામ વકફ મિલકતોનો હિસાબ રાખશે, તેમાં પ્રવેશ કરશે. આ કમિશનર વિવાદોનું સમાધાન પણ કરે છે.


વકફ મિલકતોના વહીવટ માટે જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, લગભગ દરેક રાજ્યમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. તેઓ તે મિલકતોની જાળવણી કરે છે અને તેમાંથી પેદા થતી આવકનો ઉપયોગ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે, તેમની જાળવણી અને આવક માત્ર વકફ બોર્ડ દ્વારા જ નિયંત્રિત થાય છે. કેન્દ્ર સરકારે રાજ્યોના વક્ફ બોર્ડ સાથે સંકલન અને માર્ગદર્શન માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે.


એવું કહી શકાય કે વકફ હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના સંપાદન, સંચાલન, નિયમન અને ઉપયોગ માટે સરકાર દ્વારા રચાયેલ બોર્ડને વકફ બોર્ડ કહેવામાં આવે છે. હાલમાં, સમગ્ર દેશમાં 30 વકફ બોર્ડ કાર્યરત છે, જેના દ્વારા તમામ પ્રકારના વકફ કાર્યોનું સંચાલન કરવામાં આવે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે