મોરબી દુર્ઘટનાઃ મચ્છુનું પાણી કાઢવા સદિઓ જૂની દિવાલ તોડવામાં આવી રહી છે, તે એટલા માટે નથી તૂટતી કારણ ત્યારે 'કટકી પ્રથા' નહોતી


  • Published By :
  • Published Date : 2022-10-31 08:47:34

મોરબીમાં તંત્રના વિવિધ એકમો એક દિવાલ તોડવા માટે મથી રહ્યા છે, ઘા પર ઘા મારવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ જ નથી લઈ રહી. કારણ કે આ દિવાલ લોકોની સુખાકારી માટે કામ કરતા રાજાના સમયમાં બનેલી છે. જ્યારે અત્યારની જેમ કેવી રીતે કટકી કરવી તેવું નહીં, પરંતુ લોકોને વધુ સુવિધા કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં લઈને કામો કરવામાં આવતી હતી.  આ દિવાલનું નિર્માણ મોરબીના રાજા સર વાઘજીએ કરાવ્યું હતું......


આ પુલમાં કટકી નહોતી થઈ આથી સદિઓથી અડીખમ ઉભો છે

એક બાજુ મોરબીમાં થોડા દિવસો પહેલા જ સમારકામગીરી બાદ લોકો માટે ખુલ્લો મૂકાયેલો પુલ તૂટી જાય છે. અને બીજી બાજુ 1887માં રાજાઓના સમયમાં બનાવેલા પુલ પાસેની દિવાલ તૂટવાનું નામ નથી લઈ રહી. તંત્ર રાતથી મચ્છુ નદીમાંથી પાણી કાઢવા માટે દિવાલ તોડવાનું કામ કરી રહી છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ નથી લઈ રહી. અને તૂટે પણ કેમ? કારણ કે આ દિવાલ બનાવવા સમયે કામ પોતાના ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે થતું હતું. આ દિવાલ છે રાજાઓના સમયમાં બનેલી. અત્યારના ભ્રષ્ટાચારના પુલો જેમ ખુલ્લા મૂકાયા પહેલા તૂટી જાય છે કે મોરબીના ઝુલતા પુલની જ વાત કરીએ તો સમારકામના થોડાં જ દિવસોમાં તૂટી ગયો છે તેવી દિવાલ નથી. આ દિવાલ મોરબીના એ રાજાઓએ લોકો માટે બનાવી હતી. મચ્છુમાં હજુ પણ જેટલા લોકો ફસાયેલા છે જેમના મૃતદેહો નથી મળ્યા તેને શોધવા માટે મચ્છુના થોડા વિસ્તારને ખાલી કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી જેટલા લોકો હજુ નથી મળ્યા તેને તેમના પરિવારને સોંપી શકાય. કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ મચ્છુમાંથી પાણી કાઢવા માટે પુલ છે તે તૂટી નથી રહ્યો. રાજાઓના સમયમાં બનેલા આ પુલ પર ધમાકા કરવામાં આવ્યા, તમે ફોટોમાં જોઈ શકો છો કે જેસીબી મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાતની સવાર થઈ પરંતુ દિવાલ નથી તૂટી. સરકારોને આ શિખવું જોઈએ. આપણા રાજાઓ પાસેથી લોકોની સેવાના પાઠ ભણવા જોઈએ કે એક દિવાલ જે 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી તે તૂટી નથી રહી અને એક બાજુ ગુજરાતના રોડ-પૂલ વગેરે ઉદ્ઘાટનના મહિનાઓની અંદર તૂટી જાય છે. અને તૂટવા પણ જોઈએ ને કારણ કે આનાથી જ તો કોન્ટ્રાક્ટર અને નેતાઓના ખિસ્સામાં રૂપિયા આવતા હોય છે. જો રોડ-પુલ વગેરે બાંધકામો ટૂંક સમયમાં તૂટશે તો નવું ટેન્ડર બહાર પડશે. ફરીવાર રસ્તા બનાવાશે, વધારે રૂપિયા મળશે. પ્રજાના પૈસાનું જે થાય તે પણ આપણા ઘર ભરાવા જોઈએ. 


આપણે જાગવું પડશે બાકી અઘરું થઈ જશે

અત્યારે ગુજરાતની જનતાને પણ જાગવાની જરૂર છે કારણ કે જો આવું જ થતું રહેશે, તો અઘરું થઈ જશે. આપણે મોરબીના એ વ્યક્તિની વેદના નહીં સમજી શકીએ જેણે પોતાની પત્ની ગુમાવી છે, જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે, જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તે તકલીફ તો તે જ જાણે જેણે ગઈકાલ રાત્રે કોઈને અને કોઈકને ગુમાવ્યા છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણી યાદ શક્તિ બહુ નબળી છે, જેનો નેતાઓ વગેરે ફાયદો લેય છે અને પોતાના મકાનને મહેલા બનાવી દેય છે અને દેશની જનતા ત્યાં ને ત્યાં જ રહી જાય છે. આપણે અમદાવાદની કાંકરિયાની એ જોય રાઈડની દુર્ઘટના ભૂલી ગયા છીએ, આપણે સુરતની એ તક્ષશિલા આગ કાંડની ઘટના ભૂલી જઈએ છીએ હજુ ગણાવવા બેસીશું તો આંગળીઓના વેઢા ઓછા થઈ પડશે, અઢળક ઘટનાઓ છે જે ઘટે છે લોકો મરે છે, તપાસ સમિતિ રચાય છે, તપાસ લટકે છે અને આપણે ભૂલી જઈએ એટલે તેનો ફાયદો લેવામાં આવે છે. ભ્રષ્ટાચાર વધે છે અને કોન્ટ્રાક્ટર અને નેતાઓના અને ઉદ્યોગપતિઓના ઘર ભરાય છે, હજુ પણ સમય છે જાગી જાવ ગુજરાત. લોકોના જીવનો સવાલ છે. આંકડાઓ વધશે ત્યારે જ આપણે સતર્ક થઈએ છીએ. આવી ભ્રષ્ટાચારની ઘટનાઓ એટલા માટે થઈ શકે છે કારણ કે સારા લોકો કંઈ બોલતા નથી. હવે બોલવું પડશે નહીં તો આજે કોઈના પરિવારના સ્વજનો ગયા છે કાલે ભ્રષ્ટાચારનો ભોગ આપણા પરિવારના લોકો પણ બની શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.