આદિવાસીનો અવાજ બનવા ચૈતર વસાવા અને અનંત પટેલ થયા એક! નેશનલ હાઈવે નં. 56 પર બની રહેલા બાયપાસ હાઈવેના વિરોધમાં ખેડૂતોની વ્હારે આવ્યા આદિવાસી નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:13:27

અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ મોટા ભાગે સાથે નથી દેખાતા.એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા દેખાતા હોય છે. પરંતુ અનેક એવા અનેક મુદ્દાઓ હોય છે જેમાં નેતાઓ એક સાથે દેખાતા હોય છે. ત્યારે નર્મદામાંથી જે ઘટના સામે આવી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થઈને આદિવાસી ખેડૂતોની માગ માટે લડતા દેખાયા હતા .દિલ્લી મુંબઈ ફોર લેન રોડ આદિવાસી પટ્ટાના નર્મદા જિલ્લામાંથી નીકળે તેની પહેલા જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે નેશનલ હાઈવે 56ના બાયપાસનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી લડાઈમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા.

   

અનંત પટેલ અને ચૈતર વસાવા આ મુદ્દે આવ્યા સાથે! 

નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈવેની કામગીરીને લઈ વ્યારા જિલ્લા સેવા સદનમાં પણ આદિવાસી ખેડૂતોએ વિરોધ કરીને ધરણા કર્યા હતા. જો કે પરિસ્થિતિ વિફરે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસનો કાફલો ખડગી દેવાયો હતો. આ ધરણામાં આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા.

 હેમંત ગામિત, તાપીઃ જિલ્લામાંથી વ્યારા અને ડોલવણ તાલુકાના 28 જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી-શામળાજી ને.હાઈવે 56 પર અનેક જગ્યાએ બાયપાસ હાઇવે માટે ખેડૂતોની ખેતીલાયક જમીનનું સંપાદન થવાનું છે. તેને લઈને અહીંના ગરીબ અને લાચાર આદિવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

પોતાની જમીન આપવા તૈયાર નથી ખેડૂતો! 

ખેડૂતોનું કહેવું છે કે અમે વાંધો ઉઠાવ્યો હતો જેના પર સરકારે કોઈ વિચાર નથી કર્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હાઈવે 56 પર કંઈ પણ કરી શકે છે કારણ કે તેના પર સરકારે સંપાદન કર્યું છે પણ તેના નવો બાયપાસ કાઢવા માટે જમીન આપવા કોઈ આદિવાસી લોકો તૈયાર નથી. નેશનલ હાઈવે છપ્પન સિવાયના ગામડાઓમાં કોઈ જમીન સંપાદન નહીં કરવા દઈએ તેવી આદિવાસી અગ્રણીઓએ માગ રાખી હતી. આ આંદોલનમાં આદિવાસી નેતા ચૈતર વસાવા પણ દેખાયા હતા અને અનંત પટેલ પણ દેખાયા હતા. બંને નેતાએ સાથે મળીને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો. 

 તેમજ હાઇવે માટે એક ઈંચ જમીન પણ હવે ખેડૂતો આપવા તૈયાર નથી અને જૂના હાઇવેને પહોળો કરવામાં આવે તેવી તંત્રને આદિવાસી આગેવાનોએ હાંકલ કરી છે.

જમીન માપણીની કામગીરી સ્થગિત કરાય તેવી ખેડૂતોની માગ! 

અગાઉ પણ જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત ન સંભળાતા તેઓ સરકારી કચેરી સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો. આદિવાસી લોકો અને ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સરકાર જમીન માપણીની કામગીરી ના કરે. નર્મદાનો વિવાદ અહીં એમ છે કે દિલ્લી મુંબઈ ફોર લેન રોડ માટે કામગીરી ચાલુ છે. 

 તાપીના વ્યારા તેમજ ડોલવણ તાલુકાના નેશનલ હાઈવે 56ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના લોકોમાં ઘણા સમયથી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રએ જે-તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઈને ગેરકાયદેસર રીતે ઠરાવ કર્યા હોવાના આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યા છે.

અધિકારીઓ સાથે આ મામલે કરી બેઠક!

શામળાજીથી હાલોલનો ફોર લેન રોડ તૈયાર છે પણ તેને આગળ વધારવા માટે નર્મદાના તિકવાડા, ગરુડેશ્વર અને નાંદોદના ગામડાઓમાંથી રોડ પસાર કરવો પડે... તો આ વિસ્તારના ગામડાઓમાં જમીન સંપાદન માટે ખેડૂતોના ખેતરોની માપણી શરૂ કરવાની છે. ખેડૂતો જમીન આપે તેના માટે નાંદોદમાં પ્રાંત અધિકારીએ બેઠક કરી હતી... જેમાં ખેડૂતો હાજર તો રહ્યા હતા પણ જમીન માપણી અને સંપાદનનો વિરોધ કર્યો હતો


કયા હાઈવેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ!

જે નેશનલ હાઈવે છપ્પનની વાત થઈ રહી છે તેની પણ વાત કરીએ. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ચિતૌડગઢથી ગુજરાત પહોંચતો નેશનલ હાઈવે બનાવ્યો. કુલ 310 કિલોમીટરનો આ હાઈવે રાજસ્થાન મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પહોંચે છે. તે જ હાઈવેમાં બાયપાસની કામગીરીનો આદિવાસી વિરોધ કરી રહ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.