SMCના PSIના મોત મુદ્દે Chaitar Vasavaએ કર્યા Harsh Sanghvi પર પ્રહાર, CM માટે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-11-07 13:11:25

પોલીસની છબી આપણા માનસમાં મુખ્યત્વે નેગેટિવ હોય છે.. જ્યારે પોલીસ વિશે વાત કરીએ ત્યારે તેમની બુરાઈઓ મુખ્યત્વે કરતા હોઈએ છીએ પરંતુ અનેક પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા હોય છે... અનેક પોલીસકર્મીઓ એવા છે જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમને બદલાવામાં મોત મળતું હોય છે.. થોડા દિવસ પહેલા એસએમસીના PSIનું મોત બુટલેગરની ગાડીથી થયું તેવું માનવામાં આવી રહ્યું છે... આ બાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે પ્રતિક્રિયા સામે  આવી છે.. 

હર્ષ સંઘવી અને સરકાર પર કર્યા પ્રહાર

ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે... તેમણે કહ્યું કે આ પીએસઆઈનું મોત નથી ગુજરાતના કાયદા વ્યવસ્થાનું મોત છે.. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યો છે કે બુલડોઝર ક્યાં છે? મહત્વનું છે કે ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.