Chaitar Vasava ધરણા પર બેઠા! વિકાસશીલ તાલુકા માટે ફાળવવામાં આવતું બજેટ નથી વપરાતું નિર્ધારિત કાર્યોમાં? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-20 18:30:11

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હમણાંથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી જનતા રેડ કરવા જાય કે પછી અધિકારીઓને ખખડાવે.. સ્કૂલે જઈ શિક્ષકોને ગુજરાતી વાંચવાનું કહે છે.. કોઈ વખત અનેક વીડિયો રિલીઝ કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવી વાત કરે છે.  ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.  કલેકટરની સામે તેમણે મોરચો ખોલ્યો હોય તેવું લાગે છે. કલેક્ટર ઓફિસની બહાર ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા. 


ગુજરાતના 41 જેટલા તાલુકા આવે છે વિકાસશીલ તાલુકા હેઠળ!

ડેડીયાપાડાના ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચી ગયા અને કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કારણ શું તો વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરે છે અધિકારીઓ એ આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા. 


ચૈતર વસાવા અધિકારીઓની પોલ તો ખોલે છે પરંતુ! 

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. તો અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે. હવે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતા કૌભાંડોનો ખુલાસો તો કરે છે પણ એ અધિકારીઓ સામે એક્શન લેવાય છે કે કેમ એ જોવાનું રહ્યું!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે