આજથી ચૈત્ર નવરાત્રીનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે માતાજીના આ સ્વરૂપની થાય છે આરાધના, પ્રથમ દિવસે કયો પ્રસાદ કરવો જોઈએ અર્પણ


  • Published By :
  • Published Date : 2023-03-22 10:35:58

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ રૂપોની આરાધના કરવામાં આવતી હોય છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરવામાં આવતા હોય છે. 

પહેલા નોરતે માં શૈલપુત્રીની વિધિપૂર્વક કરો પૂજા-અર્ચના, આ મંત્રનો જાપ  કરવાથી તમામ મનોરથ થશે પૂરા | shardiya navratri 2022 1st day worship mata  shailputri in this way on the ...

નવરાત્રીના પ્રથમ દિવસે કરાય છે માતા શૈલપુત્રીની પૂજા  

નવરાત્રી એટલે શક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપોની આરાધના કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે. શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે. હિમાલયના પૂત્રી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. 


માતાજીની ઉત્પત્તિ પાછળનો ઈતિહાસ  

જો માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે. પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલા શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું. પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું. પોતાના પતિનું અપમાન સતી સ્વીકાર કરી ન શક્યા. જેને કારણે તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું. હિમાલયને ત્યાં જન્મ થયો હોવાને કારણે તેઓ શૈલપુત્રી તરીકે ઓળખાય છે.      


કયા મંત્રથી કરવી જોઈએ માતા શૈલપુત્રીની આરાધના 

શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે. પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતા શૈલપુત્રીનો બીજ મંત્ર - ह्रीं शिवायै नम:, આ મંત્રથી માતા શૈલપુત્રીની કરવી જોઈએ પૂજા - ओम देवी शैलपुत्र्यै नमः, જ્યારે શૈલપુત્રીનો આ છે ધ્યાનમંત્ર - वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.