Chandigarh Mayor Election: સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો, ફરી થશે વોટિંગ, 8 અમાન્ય વોટ પણ માન્ય ગણાશે


  • Published By :
  • Published Date : 2024-02-20 16:41:58

ચંદીગઢના મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો સંભળાવી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાએ કહ્યું છે કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતોની ગણતરી ફરીથી કરવામાં આવે, અમાન્ય ગણાયેલા મત હવે માન્ય રહેશે. તે સાથે જ તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આપ-કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર હવે મેયર બની શકશે. 


સુપ્રીમ કોર્ટે પુરાવાઓ જોયા


સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂંટણીનો વીડિયો જોયો અને બેલેટ પેપરની તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટ રદ્દ કરવાના રિટર્નિગ અધિકારીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.  


રિટર્નિગ અધિકારીએ કબૂલી હતી ગેરરીતી


સુપ્રીમ કોર્ટમાં 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ મેયરની ચૂંટણીના કેસમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિગ અધિકારી અનિલ મસીહે બેલેટ પેપર પર ક્રોસનું નિશાન કર્યું હોવાનું કબૂલ્યુ હતું. રિટર્નિગ અધિકારીની ગેરરીતીના કારણે જ આપ અને કોંગ્રેસ ગઠબંધનની હાર થઈ હતી. 


AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી


આ બદલાયેલા સમીકરણની બીજી બાજુ પણ છે. બે દિવસ પહેલા સુધી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલર હતા. AAPના ત્રણ કાઉન્સિલરો પૂનમ દેવી, નેહા મુસાવત, ગુરચરણ કાલા ભાજપમાં જોડાયા બાદ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો છે. તેમને શિરોમણી અકાલી દળના કાઉન્સિલરનું સમર્થન પણ છે. આ સિવાય ભાજપ પાસે સાંસદ કિરણ ખેરના વોટ પણ છે. આ રીતે ભાજપ 35 સભ્યોના ગૃહમાં 19 સભ્યોના મત મેળવી શકે છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતનો આંકડો 19 છે. 2016થી ચંદીગઢમાં મેયરનું પદ ભાજપ પાસે છે.



માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?