Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 0-14 વર્ષના બાળકો બની રહ્યા છે ચાંદીપુરા વાયરસનો શિકાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-08-06 18:23:14

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 157 પર પહોંચી ચુકી છે. જેમાંથી 68 જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી કેસો નોંધાઈ રહ્યા છે. સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, ખેડામાં 7, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયા છે. તે સિવાય અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગરમાં 08, પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6 કેસ નોંધાયા છે.



આટલા દર્દીઓ પામ્યા મૃત્યુ

તે સિવાય ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1, પાટણમાં એક, ગીર સોમનાથમાં 1 તેમજ અમરેલીમાં એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. તે સિવાય કુલ 68 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.   





ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા છે અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. 



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 




શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."