Andhra Pradeshના CM તરીકે ચંદ્રબાબુ નાયડુએ લીધી શપથ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ બન્યા, જાણો શું છે પવન કલ્યાણની રાજકીય સફર?


  • Published By :
  • Published Date : 2024-06-12 16:37:03

દેશમાં જ્યારથી એનડીએની સરકાર બની છે ત્યારથી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ચર્ચામાં છે... આજે ચર્ચા ચંદ્રબાબુ નાયડુ તેમજ આંધ્રપ્રદેશની કરવી છે. ચોથી વખત ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ચંદ્રબાબુએ સીએમ તરીકેના શપથ લીધા છે જ્યારે એક સમયના સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણે ઉપ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે . 

આંધ્રપ્રદેશમાં બનશે એનડીએની સરકાર 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા છે. શપથ વિધી સમારોહમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા.. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે પવન કલ્યાણે શપથ લીધા ત્યારે ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત આંધ્રપ્રદેશની કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓમાં કુલ 175 બેઠકોમાંથી તેલુગુ દેશમ પાર્ટીને ૧૩૫ સીટો, પવન કલ્યાણની જનસેના પાર્ટીને 21 સીટો જ્યારે BJPને 8 સીટો મળી છે . એટલે કે રાજ્યમાં હવે NDAની ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.


કેવી છે પવન કલ્યાણની રાજકીય સફર?

ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનાર પવન કલ્યાણની વાત કરીએ તો તે તેલુગુ સિનેમાના ખુબ લોકપ્રિય અભિનેતા છે. સાથે જ ખુબ લોકપ્રિય અભિનેતા ચિરંનજીવીના નાના ભાઈ છે.  તેમણે 1996થી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. પવન કલ્યાણે 2008માં રાજનીતિમાં પ્રવેશ કર્યો . તે વખતે તેઓ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીમાં યુથ વિન્ગના પ્રમુખ બન્યા હતા . જોકે આ પછી પ્રજા રાજ્યમ પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ થતા પવન કલ્યાણે માર્ચ 2014માં જન સેના પાર્ટી બનાવી હતી. તેઓ આ વિધાનસભાની ચૂંટણીઓમાં પીઠાપુરમ વિધાનસભા બેઠક પરથી 70,000ના માર્જીનથી જીત્યા છે. અને હવે ચંદ્રાબાબુ નાયડુની ટીમમાં ડેપ્યુટી સીએમના પદે શપથ લીધા છે .  


આ દિગ્ગજ નેતાઓ રહ્યા શપથવિધિમાં હાજર 

આંધ્રપ્રદેશ કે જ્યાં હવે નવી સરકારના શપથવીધીમા NDAના સાથીપક્ષોનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા .અપના દળના અનુપ્રિયા પટેલ, લોક જન શક્તિ પાર્ટી રામવિલાસના ચિરાગ પાસવાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા . આ સાથેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ જેવા કે ગૃહ મંત્રી અમિત શાહ , માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, રાજ્યસભાના પૂર્વ ચેરમેન વેંકયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્રપ્રદેશની નવી સરકારના ચાર મોટા લક્ષ્યાંકો છે .પહેલું કેન્દ્ર સરકાર પાસેથી મદદ લઈને આંધ્રપ્રદેશને ફરી વાર બેઠું કરવું , અમરાવતીને આંધ્ર પ્રદેશની રાજધાની બનાવી , ગોદાવરી નદી પરનો પોલાવરમ પ્રોજેક્ટ પૂરો કરવો સાથે જ વિશાખાપટનમને વિકસિત કરવું . 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."