Google Doodle: ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે ગૂગલ, બનાવ્યું આ અદ્ભુત Doodle


  • Published By :
  • Published Date : 2023-08-24 16:16:15

આજનું ગૂગલ ડૂડલ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી માટે બનાવવામાં આવ્યું છે. ભારત પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે. આ ખુશીની ઉજવણી કરતા ગૂગલે તેનું નવું ડૂડલ બનાવ્યું છે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈ, 2023 ના રોજ ભારતના આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા રેન્જમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું.


દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ ભારત


ઉલ્લેખનિય છે કે આ પહેલા માત્ર અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત યુનિયન ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરી ચૂક્યા છે, પરંતુ આ પહેલા કોઈ દેશ દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નથી પહોંચ્યો. આવી સ્થિતિમાં ભારત ન માત્ર ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બની ગયો છે.


ડૂડલની શું છે વિશેષતા?


આમાં ગૂગલના O ને ચંદ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 તેની આસપાસ ફરતું બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે. ત્યાર બાદ પૃથ્વીનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. ગૂગલે આ ડૂડલ ખૂબ જ સ્પષ્ટ અને સુંદર બનાવ્યું છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી ચંદ્રયાન-3 સંબંધિત ઘણી માહિતી સામે આવે છે.


ગૂગલ દરેક ખાસ પ્રસંગે ડૂડલ બનાવે છે. આમાં, તમે દરેક દિવસ કેમ ખાસ છે તેની માહિતી મેળવી શકો છો. ગૂગલનું નવું ડૂડલ લગભગ દરરોજ આવે છે. ગૂગલે ચંદ્રયાન-3ની સફળતા પર એક અદ્ભુત ડૂડલ પણ રજૂ કર્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.