13 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, એન્જિનમાં કરાયો મોટો ફેરફાર...ભૂલનું પુનરાવર્તન નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-06-28 20:19:08

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ફરી એક વખત ચંદ્રયાન મિશનની જાહેરાત કરી છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-3 લઈ જતાં રોકેટને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથના જણાવ્યા પ્રમાણે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ વખતે ચંદ્રયાન-3 મિશનને જુલાઇમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના ડાર્ક સાઈડ તરફ લોન્ચ કરવામાં આવશે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે દેખાતો નથી.


ભૂલનું પુનરાવર્તન નહીં થાય


ચંદ્રયાન-3ને લોન્ચ કરવા અંગે ઈસરો ચીફે જણાવ્યું કે ગત વખતે વિક્રમ લેન્ડર સાથે જે થયું હતું તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ વખતે એવું નહીં થાય. કારણ કે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરની લેન્ડિંગ ટેક્નિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ વખતે ચંદ્રયાન-2ની ભૂલો નહીં થાય. ચંદ્રયાન-3ની લેન્ડિંગ ટેક્નિક નવી રીતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે. 


7 કિમીથી લેડિંગનો પ્રારંભ થશે, 2 કિમી પર સેન્સર થશે એક્ટિવ


ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ3 (લોન્ચ વ્હીકલ માર્ક-2) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને 100 કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટનો પાવર જનરેટ કરશે. આ સેન્સર્સ લેન્ડરને લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગ પ્લેસ, સ્પીડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન-3 સાત કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. 2 KMની ઊંચાઈએ પહોંચતાની સાથે જ સેન્સર સક્રિય થઈ જશે. આ મુજબ, લેન્ડર તેની દિશા, ગતિ અને ઉતરાણ સ્થળ નક્કી કરશે.


ચંદ્રયાન-3 શા માટે?


ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતા દર્શાવવાનો છે. તદુપરાંત, તે આંતરિક વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેના મહત્વપૂર્ણ ઉદ્દેશો પણ ધરાવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.