લેન્ડિગના બે દિવસ પહેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી, ખાસ કેમેરાનો થયો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-08-21 11:02:37

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન  (ISRO)ના બહુપ્રતિક્ષિત મિશન ચંદ્રયાન-3ને ઈતિહાસ રચવાથી થોડું અંતર બાકી રહ્યું છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સંપુર્ણપણે તૈયાર છે અને તે 23 ઓગસ્ટે સુરક્ષિત ઉતરાણ કરશે. આના બે દિવસ પહેલા લેન્ડરે ચંદ્રની અદભૂત તસવીરો મોકલી છે.


દક્ષિણ ધ્રુવની તસવીરો


ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પહેલા લેન્ડર હેઝર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડેન્સ કેમેરા (LHDAC) નો ઉપયોગ કરીને આ તસવીરો કેપ્ચર કરી હતી. આ તસવીરો ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પરની તે જગ્યાની છે, જ્યાં ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ લેન્ડ થવા જઈ રહ્યું છે.


ઈસરોએ આ તસવીર શેર કરી 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તસવીરો શેર કરતાં ઈસરોએ લખ્યું, 'આ ચંદ્રની દૂરના વિસ્તારની તસવીરો છે, જે લેન્ડરના થ્રેટ ડિટેક્શન એન્ડ રેસ્ક્યૂ કેમેરા (LHDAC) દ્વારા કેપ્ચર કરવામાં આવી છે.' સ્પેશિયલ કેમેરા વિશે જણાવતા ISROએ કહ્યું, 'આ કેમેરા (લેન્ડર)ને ઉતરતા સમયે સુરક્ષિત લેન્ડિંગ એરિયા (પથ્થર કે ઊંડા ખાડા વિનાનો વિસ્તાર) શોધવામાં મદદ કરે છે. તેને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઈસરોમાં વિકસાવવામાં આવ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .