ચંદ્રયાન-3: આજે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડિગ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, જાણો ઈસરોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-23 14:37:22

ચંદ્રયાન-3 આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કરશે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને ઈતિહાસ રચશે. ISROએ કહ્યું છે કે તમામ સિસ્ટમ નોર્મલ છે. બેંગલુરૂ ઓફિસમાં મિશન ઓપરેશન ટીમની તૈયારી પુરી થઈ છે. 5:44 લાગ્યે જેવી જ લેંન્ડર તેની પૂર્વનિર્ધારીત પોઝિશન પર આવશે. ટીમ ઓટોમેટિક લેડિંગ સિક્વન્સ (ALS) લોન્ચ કરી દેશે. લેન્ડરના ચંદ્ર પર ઉતરતા જ રેપ ખુલશે અને પ્રજ્ઞાન રોવર તેનાથી ચંદ્રની સપાટી પર જશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન એકબીજાના ફોટો ખેંચશે અને ભારતમાં ઈસરોને મોકલશે.  જો ભારતનું આ મિશન સફળ રહેશે તો સાઉથ પોલ પર બીજો દેશ બનશે. 


કેવો છે કમાન્ડ સેન્ટરનો માહોલ?


બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) માં, 50 થી વધુ વૈજ્ઞાનિકોએ આખી રાત ચંદ્રયાન-3 થી મળેલા ડેટાનું કમ્પ્યુટર્સ પર વિશ્લેષણ કરવામાં વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાનો દરેક અવકાશ સમાપ્ત થઈ જાય.


દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરે છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્તેજના અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રીઅલ-ટાઇમ ડેટા મેળવી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે.


PM મોદી વર્ચ્યુઅલી જોડાશે


લેડિંગની લાઈવ ઈવેન્ટ સાંજે 5.20 વાગ્યે થશે. આ ઈવેન્ટમાં પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. હાલ તો તે આફ્રિકામાં છે, એટલા માટે જ વર્ચ્યુઅલી જોડાશે. ત્યાં જ મિશનની સફળતા માટે ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિવિધ સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો તથા યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે