પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 8 મીટર આગળ વધ્યું, ISROએ ચંદ્રયાન 3 અંગે આપ્યું અપડેટ


  • Published By :
  • Published Date : 2023-08-25 20:20:04

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ચંદ્રયાન-3નું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આગળ વધી રહ્યું છે. ઈસરોએ શુક્રવારે (25 ઓગસ્ટ) ટ્વીટ કરીને (X) આ અંગેની માહિતી આપી હતી. ISRO એ લખ્યું, "રોવરે લગભગ 8 મીટરનું અંતર સફળતાપૂર્વક પુરૂ કર્યું છે. રોવર પેલોડ્સ LIBS અને APXS કાર્યરત છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પરના તમામ પેલોડ્સ પણ રાબેતા મુજબ રીતે કાર્ય કરી રહ્યા છે."


રોવર પ્રજ્ઞાનનો વીડિયો પણ શેર કર્યો હતો


અગાઉ ISROએ આજે સવારે ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાનના લેન્ડર વિક્રમ બહાર નીકળતા અને તેમાં ચંદ્રમાની સપાટી પર ચાલતો એક શાનદાર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો લેન્ડરના ઈમેજર કેમેરાએ બનાવ્યા છે. ISROએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર આ વીડિયો શેર કરતા મેસેજમાં લખ્યું- અને ચંદ્રયાન 3નું રોવર, લેન્ડરમાંથી નીકળીને આ રીતે ચંદ્રમાની સપાટી પર ચાલ્યું. ISROએ કહ્યું હતું- તમામ પ્રવૃત્તિઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલે છે. તમામ પ્રણાલીઓ સામાન્ય છે. લેન્ડર મૉડ્યૂલમાં રહેલા ઈલ્સા (ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લૂનર સીસ્મિક એક્ટિવિટી), રંભા (રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સેટિવ આયનોસ્ફિયર એન્ડ એટમોસ્ફિયર) અન ચેસ્ટ શરુ થઈ ગયા છે. રોવરે ચાલવાનું શરુ કરી દીધું છે. પ્રોપલ્શન મોડ્યૂલમાં રહેલા શેપ (સ્પેક્ટ્રો પોલરિમેટ્રી ઓફ હેબિટેબલ પ્લાનેટ અર્થ) પેલોડનું સંચાલન રવિવારે શરુ થઈ ગયું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.