Indigo Flightમાં થઈ બબાલ! Flight Delay થતાં ભડક્યો પેસેન્જર, રોષે ભરાયેલા પેસેન્જરે પાઈલટને લાફો માર્યો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 18:38:47

અત્યાર સુધી આપણે અનેક એવા વીડિયો જોયા છે જેમાં ફ્લાઈટમાં પેસેન્જર ઝઘડતા હોય છે, એરહોસ્ટેસ્ટને મરજી પડે એમ બોલતા હોય છે, ઘણી વાર ધીરજ ગુમાવીને લોકો કંઈ પણ કરતાં હોય છે ફરી એક વાર ઈન્ડિગો ફ્લાઈટથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. 

ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઈન્ડિગો ફ્લાઇટનો છે. ઈન્ડિગો ફ્લાઈટ ડિલે થઈ તો પેસેન્જરનું મગજ ગયું અને પછી ઊભા થઈને પાઈલોટને લાફો મારી દીધો. ફ્લાઈટના વિલંબને કારણે ગુસ્સે થયેલા મુસાફરે જ્યારે પાઈલોટને લાફો માર્યો ત્યારે કોઈએ એ વીડિયો ઉતારી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.   



ધુમ્મસને કારણે ફ્લાઈટમાં થઈ રહ્યો હતો ડિલે 

ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2175 સવારે 7.40 વાગ્યે દિલ્હીથી ગોવા માટે ટેકઓફ કરવાની હતી. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં સતત મોડું થઈ રહ્યું હતું. આ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાયલટ બદલવાના કારણે પણ ફ્લાઈટમાં થોડું મોડું થયું હતું. એટલે મુસાફરો અકડાય હતા.

સાહિલ કટારિયાને પ્લેનમાંથી નીચે ઉતાર્યો 

માણસ ફ્લાઇટમાં જાય કેમ કેમ પૈસા કેમ ખર્ચે ટાઈમ બચ્ચાવવા ક્યાંય જલ્દી પહોંચવું હોય એટલે પણ જો સતત આવી રીતે ફ્લાઇટ ડિલે થાય તો માણસને ગુસ્સો આવે એ સ્વભાવિક છે પણ કોઈ પણ કારણે આવી રીતે સયંમ ન ગુમાવો જોઈએ. આ વીડિયો બાદ ઘણા બધા લોકોએ આની ટીકા પણ કરી છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ તરત જ સાહિલ કટારિયાને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.

પવન ખેડાએ સોશિયલ મીડિયા પર લખ્યું...

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર લખ્યું- સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયેલા મુસાફરોની ફરિયાદોથી ભરેલું છે, જેઓ પ્લેન, એરપોર્ટ અને એરોબ્રિજની અંદર કલાકો સુધી ફસાયેલા છે. વધુ પડતું મોડું થવું, નબળી ગ્રાહક સેવા અને એરલાઇન્સની બેજવાબદારી મુસાફરોને પરેશાન કરી રહી છે. 



આજે ધોરણ 12નું પરિણામ આવી ગયું છે.. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટની સાથે સાથે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ આવ્યું છે.

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.