ચારધામ યાત્રા: કોરોનાના વધતા કેસ અને ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-04-19 21:44:05

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ખરાબ હવામાન માટે એલર્ટ જાહેર કર્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે. બુધવારે આરોગ્ય વિભાગના સચિવ ડૉ. આર. રાજેશ કુમારે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે.


આરોગ્ય સચિવે જાહેર કરી એડવાઈઝરી


ડૉ. આર. રાજેશ કુમારે કહ્યું કે ચારધામ યાત્રાના તમામ તીર્થ સ્થાનો ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત છે, જેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2700 મીટરથી વધુ છે. તે સ્થળોએ પ્રવાસીઓ અતિશય ઠંડી, ઓછો ભેજ, નીચા હવાના દબાણ અને ઓછા ઓક્સિજન સામગ્રીને કારણે પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે ચોક્કસપણે એડવાઈઝરીનું પાલન  કરો.


કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો


દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવશે. કોરોના સંક્રમણને રોકવા માટે, યાત્રા પર આવતા યાત્રિકોએ કોવિડ અનુસાર નિયમોનું પાલન કરવું પડશે. જેમાં માસ્ક પહેરવા, સેનિટાઈઝર, કોવિડના લક્ષણો પરના ટેસ્ટનો સમાવેશ થાય છે.


મુસાફરોએ શું કાળજી લેવી 


(1) 55 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને ડાયાબિટીસનો ઈતિહાસ ધરાવતા પ્રવાસીઓ જેઓ મેદસ્વી છે

(30 BMIથી વધુ)


(2)-કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીના કિસ્સામાં કૃપા કરીને હેલ્પલાઈન નંબર 104 પર અમારો સંપર્ક કરો.


(3)-મુસાફરી દરમિયાન આલ્કોહોલ, કેફીનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને મજબૂત/શક્તિશાળી પીડા નિવારક દવાઓનું સેવન ન કરો, ધૂમ્રપાન પણ ટાળો.


(4)-મુસાફરી દરમિયાન ઓછામાં ઓછું બે લિટર પ્રવાહી પીવો અને પૌષ્ટિક આહાર લો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે