આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ભગવાન કેદારનાથના જયઘોષ સાથે ખુલ્યા Kedarnath ધામના કપાટ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-10 10:43:36

હિન્દુ ધર્મમાં યાત્રાધામનો વિશેષ મહિમા રહેલો હોય છે, અને તેમાં પણ ઉત્તરાખંડના ચારધામોના દર્શનનો તો માહાત્મ્ય અલગ હોય છે... ચારધામના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે.. 6 મહિના માટે ચારધામના કપાટ ભક્તો માટે બંધ રહે છે.. અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થઈ જતી હોય છે.. સવારે શુભ મુહુર્તમાં કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.. કેદારનાથ ધામના કપાટ 7 વાગ્યે ખુલ્યા જ્યારે યમુનોત્રીના દ્વાર 10.29 વાગ્યે ખુલ્યા.જ્યારે ગંગોત્રી ધામના દ્વાર બપોરે 12.20 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મુકાશે.. 12 મેના રોજ બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવશે.. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા ત્યારે હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું...

     

અખાત્રીજના દિવસથી થાય છે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડના ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રી ધામનો સમાવેશ થાય છે.. અનેક લોકોને ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ચારધામના દર્શન કરવા જોઈએ.. ચારધામના દર્શન કરવાનો લ્હાવો પણ અલગ હોય છે... ભક્તો માટે અનેક મહિના સુધી ચારધામના કપાટ બંધ રહે છે... અખાત્રીજના શુભ દિવસથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે. આજે કેદારનાથ ધામ, ગંગોત્રી ધામના તેમજ યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે જ્યારે 12મી તારીખે બદ્રીનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકાશે..


દર્શનનો લાભ લેવા આવતા હોય છે લાખો શ્રદ્ધાળુઓ

જ્યારે કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે હેલીકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે હાજર હતા અને ભક્તોનું સ્વાગત કર્યું હતું... મહત્વનું છે કે ચારધામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે.. ચારધામ યાત્રા શરૂ થવાની ભક્તો રાહ જોતા હોય છે, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.. લાખો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી પોતાને ધન્ય માને છે... અનેક કિલોમીટર સુધી લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે..   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.