23 વર્ષે બાઇક સફર, 31 વર્ષમાં ગોરિલા યુદ્ધથી ક્યૂબામાં ક્રાંતિ, 39 વર્ષે મૃત્યુ... આવી હતી ક્રાંતિકારી ચે ગૂવેરાની સફર


  • Published By :
  • Published Date : 2023-06-14 15:04:45

ચે ગુએરા એક એવું નામ છે જે આજના હાડોહાડ મૂડીવાદના સમયમાં પણ યુથ આઈકોન બની રહ્યું છે. ઘણી વખત યુવાનોની ટી-શર્ટ પર જોવા મળતા ક્રાંતિકારીઓના 'પોસ્ટર બોય' અર્નેસ્ટો ચે ગૂવેરાનો આજે જન્મ દિવસ છે. ચે ગૂવેરા, લેટિન અમેરિકન (દક્ષિણ અમેરિકા)ની ક્રાંતિ પરંપરાના હીરો હતા. 20મી સદીમાં થઈ ગયેલા ડાબેરી ક્રાંતિકારીઓમાં અર્નેસ્ટો ચે ગૂવેરાનું નામ મોખરે આવે છે. પોતાના દેશ આર્જેન્ટિના અને દુનિયાના અન્ય દેશમાં ભયાનક ગરીબી અને શોષણ જોઈને ચે ગૂવેરા માર્ક્સવાદ તરફ આકર્ષાયા હતા. ચે ગૂવેરા અમેરિકા, બ્રિટન,ફ્રાન્સ સહિતના દેશોના મૂડીવાદ અને સામ્રાજ્યવાદને તે ગરીબો અને કામદારોના શોષણનું મુખ્ય કારણ માનતા હતા.


ચે ગૂવેરાનો જન્મ


ચે ગૂવેરાનો જન્મ 14 જૂન 1928ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ 'અર્નેસ્ટો ગૂવેરા ડે લા સરના' હતું. જો કે તેઓ 'ચે' તરીકે પ્રખ્યાત થયા હતા. તેઓ વ્યવસાયે ડૉક્ટર અને લેખક હતા. જો તે ઈચ્છોત તો તેમના દેશ આર્જેન્ટિનામાં તેઓ આરામદાયક જીવન જીવી શક્યો હોત. પરંતુ સમાજમાં ફેલાયેલી ગરીબી અને શોષણની નિતીએ ચેને માર્ક્સવાદી બનાવી દીધા હતા.


23 વર્ષની ઉંમરે સાઉથ અમેરિકાનો પ્રવાસ


જ્યારે ચે ગૂવેરા 23 વર્ષના હતા, ત્યારે તેમણે વિશ્વની મુસાફરી કરવાનું વિચાર્યું હતું. તેમણે 500 સીસીની બાઇક પર સાઉથ અમેરિકન દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમણે સમગ્ર દક્ષિણ અમેરિકાની બાઇક દ્વારા સફર કરી હતી. આ દરમિયાન તેમણે આ દેશોની દુર્દશા જોઈ અને કંઈક મોટું કરવાનું વિચાર્યું હતું. તેમને લાગવા માંડ્યું કે આ સમસ્યાઓ સશસ્ત્ર ચળવળ દ્વારા જ ઉકેલી શકાય છે. ચે ગૂવેરાએ તેમના પુસ્તક 'ધ મોટરસાઇકલ ડાયરીઝ'માં આ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ પુસ્તક પરથી 2004માં 'ધ મોટરસાઇકલ ડાયરીઝ'ના નામે એક ફિલ્મ પણ બની હતી.


રાજકીય કારકિર્દી


ચે ગૂવેરા 1955 માં, માત્ર 27 વર્ષની ઉંમરે ફિડેલ કાસ્ટ્રોને મળ્યા હતા અને એક ગોરિલા યોદ્ધા બની ગયા. ચે, તેમના સાથી ફિડેલ કાસ્ટ્રો અને અન્યો સાથે, ક્યુબાને અમેરિકા તરફી શાસક ફુલગેનિયો બતિસ્તાથી મુક્ત કરવા માટે નીકળી પડ્યા હતા. જાન્યુઆરી 1959 માં, ક્યુબન ક્રાંતિ થઈ અને દેશમાં સામ્યવાદી શાસન સ્થાપિત થયું. બતિસ્તાની સરકારને ઉખાડી ફેંકવાની આ સિધ્ધી તેમણે માત્ર 100 ગોરીલા યોધ્ધાની મદદથી કરી હતી. ફિડેલ કાસ્ટ્રો ક્યુબાના પ્રમુખ અને ચે 31 વર્ષની ઉંમરે નેશનલ બેંકના અધ્યક્ષ બન્યા હતા અને માત્ર 33 વર્ષની વયે તેમને ઉદ્યોગ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.


39 વર્ષની વયે મહાન ક્રાંતિકારીનો અંત


ચે ગૂવેરા વર્ષ 1966માં ક્યુબા છોડીને દક્ષિણ અમેરિકાના અન્ય દેશોમાં ક્રાંતિ કરવા માટે નિકળી ગયા હતા. તેમને મારવા માટે અમેરિકાએ તેની તમામ શક્તિ લગાવી હતી. ચે ગૂવેરા કોંગો પછી બોલિવિયામાં ગેરિલા યુદ્ધની તાલીમ આપી રહ્યા હતા. બીજી તરફ અમેરિકન જાસૂસી સંસ્થા CIA તેમનો પીછો કરી રહી હતી. 7 ઓક્ટોબર, 1967ના રોજ, એક જાસૂસે બોલિવિયન સેના અને CIAને ચે ગૂવેરાના સ્થાન વિશે જણાવ્યું  હતું. ચે ગૂવેરાને 8 ઓક્ટોબરના રોજ પકડવામાં આવ્યા હતા. આ ક્રાંતિકારીની 9 ઓક્ટોબરના રોજ 39 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. સાર્જન્ટ મારિયો ટેરેને ચેને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ચે ગૂવેરાને 9 ગોળી વાગી હતી. બાદમાં ચેના હાથ કાપી નાખવામાં આવ્યા અને તેમના શરીરને અજ્ઞાત જગ્યાએ દફનાવવામાં આવ્યું હતું. મરતી વખતે, ચે ગૂવેરાએ હુમલાખોર અને હત્યારા બોલિવિયન સાર્જન્ટ ટેરેનને કહ્યું - તમે એક માણસને મારી રહ્યા છો, પરંતુ તમે તેના વિચારને મારી શકતા નથી. ચે ગૂવેરાના આ શબ્દો સાચા સાબિત થયા છે. આજે પણ દુનિયા ચે ગૂવેરાને યાદ કરે છે. ચે ગૂવેરા વિશ્વના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. 50 અને 60ના દાયકામાં અમેરિકન સામ્રાજ્યવાદને પડકારનાર એકલવીર ચે ગૂવેરા ક્યુબા અને દક્ષિણ અમેરિકાના દેશોના લાખો લોકો માટે આજે પણ દેવતા સમાન છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.