વલસાડમાં કેમેસ્ટ્રીનું પેપર લિક, OMR શીટનું સોલ્યુસન પકડાયું !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:44:09

વલસાડમાં જિલ્લામાં ચાલી રહેલી સત્રાંત પરીક્ષામાં શુક્રવારે પેપપ લીકનો મુદો સામે આવ્યો હતો. પારડીની એક સ્કૂલમાં ધો.12ની વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના કેમેસ્ટ્રી પેપરનું ઓએમઆર શીટનું સોલ્યુશનનું કાપલુ સુપવાઇઝરે ઝડપી પાડયુ હતું. જેની જાણ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને કરાતાં નિરીક્ષકની ટીમ સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.


હાલ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, ત્યારે શુક્રવારે સાંજે પારડી ડીસીઓ સ્કૂલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન વર્ગના સુપરવાઇઝરે એક વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસના સોલ્યુશન સાથેનું પેપર પકડી લીધું હતું . પેપરલિક અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 


પેપર લિક મુદ્દો ચર્ચામાં  


આ વર્ષ સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો હોય તો એ પેપરલિકનો મુદ્દો છે . ચૂંટણીમાં પણ પેપર લિકનો મુદો ચાલી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાની સત્રાંત પરીક્ષામાં પણ પેપર લીક અંગેની ફરિયાદ ઉઠી હતી. જેથી પેપર લિકનો મુદો હવે ચર્ચાનું કેન્દ્ર બનશે. જો કે કેટલાક શિક્ષકો એવું પણ જણાવી રહ્યાં છે કે સત્રાંત પરીક્ષામાં પેપરો શાળાએ જ તૈયાર કરવા જોઇએ. જેથી પેપર લિક જેવો વિવાદ ઊભો થવાની સંભાવના રહે નહિ. 


સમગ્ર મામલે તપાસ શરૂ 


સ્કૂલમાં જવાબની કાપલી મળી હતી  જેથી તરત જ નિરીક્ષકને મોકલી તપાસ હાથ ધરાઈ છે. મળેલા કાપલા અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે માહિતી બહાર આવશે. આ ઘટનામાં  કેમેસ્ટ્રીના પેપરોના બંડલનું સિલ તુટેલુ હતુ,એક વિદ્યાર્થિની પાસે સોલ્યુશનનું કાગળ મળી આવતાં સુપરવાઇઝરે જાણ કરી હતી.




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..