Chennai Super Kingsના ફેન્સને મળ્યો મોટો ઝટકો, M.S Dhoniએ છોડી CSKની કેપ્ટનશીપ અને હવેથી સંભાળશે આ ટીમની કેપ્ટનશીપ...


  • Published By :
  • Published Date : 2024-03-21 18:39:11

આવતી કાલથી આઈપીએલની શરૂઆત થવાની છે. ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈ ઉત્સુક છે. અનેક ચાહકો એવા હોય છે જે તેમના પસંદીદા પ્લેયરને રમતા જોવા માટે મેચ જોતા હોય છે. અનેક ખેલાડીઓનો અલગ જ ફેન ફોલોઈંગ બેઝ છે. એમાંના એક છે ચેન્નાઈ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ધોની હજી દેખાતા હતા પરંતુ આ વખતે તે કેપ્ટની નહીં કરે. આઈપીએલના ઓફિશિલ સોશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટન છે. ટ્રોફી સાથેનો ફોટો છે જેમાં ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ દેખાયા હતા. તે ઉપરાંત ટીમના ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ધોની દ્વારા કરવામાં આવી હતી પોસ્ટ

આઈપીએલની શરૂઆત થાય તે પહેલા ક્રિકેટ પ્રેમી માટે એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. આ વખતની મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની નથી સંભાળવાના.આ સમાચાર સાંભળી ટીમના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલથી મેચ શરૂ થવાની છે અને તેની પહેલા ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્શનશીપ સંભાળશે. ટીમના ઓફિશિયલ પેજ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીએ પણ થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી હતી કે નવા સિઝન અને નવા રોલ માટે વધારે રાહ નહીં જોઈ શકું. જોડાયેલા રહો...

આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્શનશીપ સંભાળશે ઋતુરાજ 

આ પહેલી વાર નથી જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી હોય. આની પહેલા પણ વર્ષ 2022માં એમએસ ધોનીએ આઈપીએલની કેપ્ટનશિપ છોડી દીધી હતી, તે વખતે રવિન્દ્ર જાડેજા ટીમના કેપ્ટન બન્યા હતા. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે ધોનીએ ફરીથી ટીમની કેપ્ટનશિપ સંભાળી લીધી હતી. પરંતુ તે સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ વર્ષ 2023માં પણ તેમણે કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને જીતાડી હતી. આ વખતે પણ ધોની કેપ્શનશીપ સંભાળી રહ્યા હતા એટલે લાગી રહ્યું હતું કે આ વખતે પણ આ ટીમ જીતી જશે પરંતુ મેચ શરૂ થાય તેની પહેલા ટીમ દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. ત્યારે જોઈએ ઋતુરાજની આગેવાની હેઠળની ટીમ કેવું પ્રદર્શન કરે છે.? 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.