Chhotaudepur: બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા હવે આ નેતા આવે તો ત્રિપુટી રાજ આવી જાય!Pavijetpur પ્રમુખે સોશીયલ મીડીયામાં કહ્યું ખુરશીઓ ગોઠવીશું


  • Published By :
  • Published Date : 2024-02-28 17:02:01

છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું વરદાન ભગવાને લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. આ પોસ્ટ લખી છે બાબુભાઈ રાઠવાએ. બાબુભાઈ રાઠવાએ Pavijetpurના પ્રમુખ છે. ત્રણ નેતાઓની વાત જે થઈ રહી છે તે સંભવત: નેતા છે સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. મોહનસિંહ રાઠવા પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ તેમણે પક્ષ પલટો કરી લીધો. તે બાદ ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે જે ત્રિપુટીની વાત થઈ રહી છે તેમાં માત્ર સુખરામસિંહ રાઠવા જ બાકી છે જે ભાજપમાં નથી જોડાયા. બાબુભાઈ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર છે અને લખ્યું કે હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુનું ત્રિપુટી રાજ આવી જાય.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પહેલા કોંગ્રેસમાં હતા અને... 

એક સમય છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. પરંતુ ધીરે ધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું ગયું અને કોંગ્રેસના અસ્તિત્વ પર પણ પ્રશ્ન ઉભા થયા છે. ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોહનસિંહ રાઠવા કોંગ્રેસમાં હતા પરંતુ તે બાદ તે ભાજપમાં આવી ગયા. ભાજપ જાણે કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહી છે તેવું લાગે છે. હજી સુધી એવું જોવામાં આવ્યું છે કે બીજા પક્ષમાંથી ભાજપમાં જે આવે છે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે જે લોકો, કાર્યકર્તાઓ પહેલેથી પક્ષમાં રહ્યા હોય અને પછી કોઈ બહારનું આવેલું વ્યક્તિ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે તો દુ:ખ થાય.!


પોસ્ટમાં લખ્યું કે... 

સોશિયલ મીડિયા પર બાબુભાઈ રાઠવાએ પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી છે તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે છોટાઉદેપુરમાં ત્રિપુટીને જ રાજ કરવાનું ભગવાન વરદાન લખી આપેલું છે પક્ષ ચાહે ગમે તે હોય. બસ હવે સુખરામભાઈ આવી જાય એટલે ફરી વરસો જુંનું ત્રિપુટી રાજ આવી જાય. કેટલું સરસ કામ પાછું થઈ જશે પહેલાં હતું એવું નય, અને જુના ભાજપા વાળાને અયોધ્યા જવાનું અને નવ યુવાનોને ઘર ઘર સંપર્કમાં જવાનું કેટલું સુંદર આયોજન.


આંખલાં તો લીલા ખેતરો....

વધુમાં તે લખે છે કે અને મિટિંગો આવે ને પાછા એમાં મોટા મોટા ડિગ્રીધારી સાહેબો આવે એમના માટે ખુરશીઓ મૂકવાનું કામ કરવાનુંએ કેટલી મોટી સેવા જુના ભાજપવાળા માટે. અને હાં મંજીરાં અને ઘુઘરાંનો ઓર્ડર વડોદરાની બજારમાં રશ્મિકાંતભાઈ અને રાજેશભાઈ આપવાનું આયોજન નજીકના દિવસોમાં વિચારી રહ્યા છે. બાકી આંખલાં તો લીલા ખેતરો ચરશે, અને દોંહલી ગાયો ભૂખે મરશે. એ નક્કી.. જય જય શ્રી રામ 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે