મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ પાઠવી દશેરાની શુભકામના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:36:19

સમગ્ર દેશમાં વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન રામે રાવણનો વધ આ દિવસે કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થવાથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે. વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ અને સુરત ખાતે હર્ષ સંઘવીએ શસ્ત્ર પૂજા કરી હતી.

ગાંધીનગર ખાતે સીએમએ કરી શસ્ત્રપૂજા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દશેરા પર્વની શુભેચ્છા પાઠવી હતી. શુભકામના પાઠવતા તેમણે કહ્યું કે અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના, અન્યાય પર ન્યાયના અને દુર્ગુણો પર સદગુણોના વિજય પર્વ વિજયાદશમીની આપ સૌને હાર્દિક શુભકામના. મુખ્યમંત્રીએ તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી.

 

રાજ્યના ગૃહમંત્રી પણ થયા શસ્ત્રપૂજામાં સામેલ

હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધો હતો. પરંપરા મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં આ પૂજા રાખવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના ગૃહમંત્રી સામેલ થયા હતા. 

img           



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.