મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:29:32

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવરાત્રી દરમિયાન ગુજરાત આવવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમના પ્રવાસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત કરી હતી. 

મુખ્યમંત્રીએ કામગીરીનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન વ્યવસ્થામાં કોઈ કમી ન રહી જાય તે માટે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી.  30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી થલતેજથી વસ્ત્રાલના રૂટમાં ચાલનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે.  મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંદાજીત રૂ. 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ લીધી મુલાકાત

વડાપ્રધાન 29 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે યોજાનારી 36 નેશનલ ગેમ્સનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. ગેમ્સનો પ્રારંભ થાય તે પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સ્થળ મુલાકાત લઈ સીએમએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.  સીએમની સાથે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે