મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપિતાને આપી શ્રદ્ધાંજલિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 15:56:00

મહાત્મા ગાંધીની આજે 153મી જન્મ જયંતી છે. અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. 

મુખ્યમંત્રી સિટી બસને બતાવશે લીલઝંડી  

પોરબંદર ખાતે આવેલા કિર્તી મંદિરે હાજર રહી મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સર્વધર્મ પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી. 2021માં પણ પોરબંદર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પોરબંદરના ધારાસભ્ય તેમજ અનેક પદાધિકારીઓ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સિટી બસ સેવાને લીલીઝંડી બતાવશે.     



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...