મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક! સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જાણો શું હોય છે બ્રેઈન સ્ટ્રોક અને કેવી રીતે મેળવી શકાય રક્ષણ!


  • Published By :
  • Published Date : 2023-05-01 17:34:56

રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિકરા અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બપોરના સમયે તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનુજ પટેલનું ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે રવિવારે અમદાવાદમાં આવેલી કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે મુખ્યમંત્રીના પુત્રને મુંબઈની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જામનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી ન આપી હતી. એર એમ્બ્યુલન્સની મદદથી સીએમના પુત્રને મુંબઈ સારવાર ખાટે ખસેડવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી પણ મુંબઈની મુલાકાત લેવાના છે.   


કેવી રીતે થાય છે બ્રેઈન સ્ટ્રોક?     

જો બ્રેઈન સ્ટ્રોક આવવાના કારણની વાત કરીએ તો મગજમાં લોહીનો પુરવઠો ખોરવાઈ જાય અથવા તો મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. જેને લઈ મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. મગજ સરખી રીતે કામ ન કરવાથી વ્યક્તિને પેરાલીસીસનો એટેક પણ આવી શકે છે. મગજમાં અલગ અલગ અંગનું સંચાલન કરતી ચેતના હોય છે. જો કોઈ નસને નુકસાન પહોંચે છે તો તે નસ સાથે જોડાયેલા અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં હાથનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો હાથ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે પગ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. 


બ્રેઈન સ્ટ્રોક આવવાના લક્ષણો!

જો લક્ષણોની વાત કરીએ તો હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જતી હોય છે. બોલવામાં અથવા તો સમજવામાં તકલીફ પડતી હોય છે. આંખોમાં પણ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત ચાલવામાં તકલીફ થવી, શરીરનો ભાગ સૂન થઈ જવો, અચાનક ચક્કર પણ આવી જવા. માથામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બ્રેઈન સ્ટ્રોકને બ્રેઈન એટેક પણ કહેવામાં આવે છે.  


બ્રેઈન એટેકથી બચવા શું કરવા જોઈએ ઉપાય! 

જો સ્ટ્રોક આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો તેમાં હાઈ બીપી, ડાયાબિટીસ, તમાકુનું સેવન કરવાથી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. સ્ટ્રોકના સૌથી મોટા કારણની વાત કરીએ તો હાઈ બીપીને મોટું કારણ માનવામાં આવે છે. તે સિવાય ડાયાબિટીસને પણ સ્ટ્રોકનું કારણ માનવામાં આવે છે. ડાયાબિટીસ વાળા દર્દીઓએ એમ પણ પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીપી અને ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. તે ઉપરાંત વજન અને કસરત ન કરવાને કારણે પણ બ્રેઈન સ્ટ્રોક આવવાની સંભાવનાઓ પ્રબળ થઈ જતી હોય છે. ત્યારે અમુક બેદરકારીઓને કારણે બ્રેઈન સ્ટ્રોક આવે છે. જેમ કે સમય પર ભોજન ન કરવું, કસરત ન કરવી, ફાસ્ટ ફૂડ અથવા તો જંક ભૂડ ખાવું તેમજ સ્ટ્રેસ લેવું. બ્રેઈન સ્ટ્રોક અનેક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે