મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છ મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 19:28:37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છ મુલાકાતે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત ચૂંટણીલક્ષી છે જ્યારે તેઓ બપોરે 2 કલાકે કંડલા એરપોર્ટ પહોંચશે. કચ્છ અને સૌરાષ્ટ્રની વિધાનસભામાં 54 બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપ માટે અતિ મહત્વની છે ત્યારે મુખ્યમંત્રી કચ્છ પ્રવાસે જાય તે સ્વાભાવિક છે. કચ્છમાં વિધાનસભાની સાત બેઠકો છે જેમાં છ બેઠકો પર ભાજપનો દબદબો છે અને એક બેઠક કોંગ્રેસના ખાતે છે. 


ક્યાં હશે મુખ્યમંત્રીનો કાર્યક્રમ?

મુખ્યમંત્રી કંડલા એરપોર્ટ પરથી ગાંધીધામ ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. ગાંધીધામ ખાતે એનેક્સી ભવન ઉદ્ઘાટન બાદ તેઓ તેઓ અંજાર ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.



  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.