માતા -પિતાના ઠપકાને કારણે બાળકો કરી રહ્યા છે આત્મહત્યા! સુરતમાં બની આપઘાતની ઘટના


  • Published By :
  • Published Date : 2023-03-15 11:14:31

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માતા પિતાના ઠપકાને કારણે બાળકો આપઘાત જેવું મોટું પગલું ભરી જીવન ટૂંકાવી રહ્યા છે. કોઈ વખત મોબાઈલ ન આપવાને કારણે તો કોઈ વખત આગળ ભણવાનું કહેવામાં આવતા આજની પેઢી આત્મહત્યાના રસ્તે ચઢી રહી છે. સુરતથી એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે જેમાં પિતાએ ઠપકો આપતા યુવકે મોતને વ્હાલું કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી અને જે બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. 


સારવાર દરમિયાન થયું યુવકનું મોત

આપઘાત કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આપઘાત કરી રહ્યા છે. એક ઘટના એવી સામે આવી હતી જેમાં મોબાઈલ ફોન ન આપવાને કારણે જીવન ટૂંકાવ્યું, તો બીજી એક ઘટનામાં ધોરણ 10 પાસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું. આજની જનરેશનમાં ધીરજની કમી હોય તેવું લાગી રહ્યું છે. નાની નાની વાતને દિલ પર લઈ મોટા મોટા પગલાં યુવાનો લઈ રહ્યા છે. માતા પિતા દ્વારા આપવામાં આવતા ઠપકાને દિલ પર લઈ સુરતના એક યુવકે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું છે. હીરા કારખાનના બાથરૂમમાં જઈ ઝેરી દવા પીધી જીવનને ટૂંકાવ્યું હતું. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં યુવકનું મોત થઈ ગયું હતું. 


શા માટે બાળકો ભરી રહ્યા છે આટલું મોટુ પગલું? 

તે સિવાય સુરતથી જ આવી એક ઘટના સામે આવી છે. જેમાં 12 વર્ષીય છોકરો સ્કુલેથી ઘરે પરત ન ફર્યો. પિતાએ ઠપકો આપ્યો હતો. એ વાતથી નારાજ થઈ બાળકે ઘરને ત્યજી દીધું. ભારે શોધખોળ બાદ કિશોર દિલ્હીથી મળી આવ્યો હતો. પિતાના ઠપકા બાદ શાળાએથી બાળક ભાગી ગયો હતો. ત્યારે માતા પિતાના ઠપકાથી બાળકો કેમ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે?     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.