ચીનને કોરોના સુનામીથી નહીં મળે મુક્તિ, સતત આવતા રહેશે નવા વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-01-02 20:42:54

ચીનમાં કોરોના વિષ્ફોટથી લાખો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોમવારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ સતત આવતા જ રહેશે તેથી ચીનને હાલ તુરંત તો સંક્રમણથી મુક્તી મળવાની કોઈ જ શક્યતા નથી.


પેકિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે આપી ચેતવણી


પેકિંગ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ કા ઓ યૂનલોંન્ગે ચેતવણી આપતા કહ્યું કે ચીનમાં હાલની સ્થીતીમાં કોરોના લહેર તેની ચરમસીમામાં પહોંચ્યા બાદ એક્સબીબી મોટા પ્રમાણમાં સંક્રમણના એક નવા તબક્કામાં દેશ પ્રવેશી શકે છે. વર્તમાનમાં દેશમાં એવી પરિસ્થીતી પેદા થઈ છે કે તેને રોકવી મુશ્કેલ છે. સંસોધકોએ ભારપૂર્વક કહ્યું છે કે ચીન કોવિડ સંક્રમણની અનેક લહેરોનો સામનો કરતું રહેશે કેમ કે ઓમિક્રોન વેરિયેન્ટમાં સતત પરિવર્તન થતું રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સ્થિત ફર્મ એયરફિનિટીએ એપ્રિલ 2023ના અંત સુધીમાં સમગ્ર ચીનમાં 17 લાખ લોકોના મોતની ભવિષ્યવાણી કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે