ચીનમાં કોરોનાનો ફફડાટ, દેશના 74 શહેરોમાં લોકડાઉન, 30 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 16:15:07

ચીનમાં ફરીથી કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, કોરોનાના કેસ વધવાના કારણે 20 ઓગસ્ટથી અત્યાર સુધીમાં દેશના 74 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આમાંથી 25 તો રાજ્યના પાટનગર છે. એક રિપોર્ટ મુજબ 33 શહેરોમાં આંશિક કે સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લગભગ 30 કરોડથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 100 દિવસમાં કોવિડ સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી. ચીનની સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે જો કે તેના કારણે ચીનના અર્થતંત્રને જોરદાર ફટકો પડી રહ્યો છે.


ચીનના ગોઈઝોઉ રાજ્યના ગુઈયાંગ શહેરમાંમાં 5 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 132 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે સરકારને લોકડાઉનની જાહેર કરવાની ફરજ પડી. આ શહેરમાં 61 લાખ લોકો નિવાસ કરે છે. ટેકનોલોજીનું હબ મનાતા શેન્જેનમાં પણ લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે.


ચીનમાં કોરોનાના અનેક નવા વેરિયેન્ટ મળી આવવાના કારણે લોકડાઉન લગાવવું અનિવાર્ય બન્યું છે. શાંઘાઈ બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધિત કરનારૂ ચેંગદુ દેશનું બીજુ શહેર છે. ચેંગદુમાં 2.1 કરોડ લોકોનું સામુહિક ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે