ચીનનો ઈન્ટરનેટ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઝડપી ઈન્ટરનેટ કર્યુ લોન્ચ, 1.2TB પ્રતિ સેકન્ડની છે સ્પિડ


  • Published By :
  • Published Date : 2023-11-15 17:27:57

ચીને ઈન્ટરનેટ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જ્યો છે, ચીનની કંપનીઓએ દુનિયાનું સૌથી ઝડપી ઈન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું છે. આ પ્રોજેક્ટ સિંધુઆ યુનિવર્સિટી, ચાઈના મોબાઈલ, હુઆવેઈ ટેકનોલોજીસ, અને સેર્નેટ કોર્પોરેશનના સહયોગથી પુરો થયો છે. તેમનો દાવો છે કે લોન્ચ કરવામાં આવેલા ઈન્ટરનેટથી 1.2 ટેરાબિટ ડેટા પ્રતિ સેકન્ડ ટ્રાન્સમિટ થઈ શકે છે. ઈન્ટરનેટની આ સ્પિડ વર્તમાનમાં વિશ્વની અગ્રણી કંપનીઓ દ્વારા આપવામાં આવતા ઈન્ટરનેટ રૂટ્સની તુલનામાં 10 ગણાથી પણ વધુ છે. એવું અનુમાન હતું કે ચીનની આ ઈન્ટરનેટ સ્પિડ 2025માં પ્રાપ્ત કરી શકશે પરંતું આ સમય પહેલા જ આ સિધ્ધી હાંસલ કરી લીધી છે. 


ઈન્ટરનેટ ક્ષેત્રે મોટી ક્રાંતિ 


ચીનના મીડિયા રિપોર્ટસ મુજબ આ સમયે ઈન્ટરનેટથી દશ ગણાથી પણ વધુ ઝડપી ઈન્ટરનેટ આવવું આ દિશામાં એક મોટી ક્રાંતિ છે. આ નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ સર્વિસ છે. ચીનનું નવું બેકબોન નેટવર્ક દેશના અગ્રણી શહેરોને જોડતું એક ડેટા નેટવર્ક છે. 3 હજાર કિલોમીટરથી વધુ ફેલાયેલું આ નેટવર્ક એક વ્યાપક ઓપ્ટિકલ ફાઈબર કેબલિંગ સિસ્ટમના માધ્યમથી બીજિંગ, વુહાન અને ગુઆન્ગઝોને જોડે છે. આ ઈન્ટરનેટ સિસ્ટમ પ્રતિ સેકન્ડ 1.2 ટેરાબિટ્સ એટલે કે 1,200 ગીગાબાઈટ્ની આશ્ચર્યજનક સ્પિડ આપે છે. દુનિયાની મોટાભાગનું ઈન્ટરનેટ બેકબોન નેટવર્ક માત્ર 100 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર કામ કરે છે. અમેરિકાએ તાજેતરમાં જ 400 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ પર તેની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટનો પુરી કરી છે. જો કે ચીનની આ સ્પિડ અમેરિકાની ફિફ્થ જનરેશન ઈન્ટરનેટથી ઘણું આગળ છે.   



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.