Chirag Patel ભાજપમાં જોડાયા, કાર્યક્રમમાં હાજર સી.આર.પાટીલે શું કામ કહ્યું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં? સાંભળો તેમના નિવેદનને


  • Published By :
  • Published Date : 2024-02-05 16:37:27

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને કેસરિયો ધારણ કરી રહ્યા છે. શનિવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા અને ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષમાં જોડાતા જ નેતાઓના બોલ બદલાઈ જતા હોય છે. આ બધા વચ્ચે ગઈકાલે સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તમે 182 જીતાડજો.

ચિરાગ પટેલ ગઈકાલે ભાજપમાં જોડાયા  

પક્ષ છોડી અનેક નેતાઓ, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્રણમાંથી બે ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે ટૂંક સમયમાં બાકી રહેલા ધારાસભ્ય જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખે તેમનું સ્વાગત કર્યું હતું.


નિવેદન આપતા સી.આર.પાટીલે કહ્યું કે... 

 આ બધા વચ્ચે સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે તેમાં તે કહી રહ્યા છે કે 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં. 2027 સુધી હું પ્રમુખ નહીં હોઉં તો તમે 182 જીતાડજો. વિકાસમાં ખંભાત પાછળ નહીં રહે. ચિરાગભાઈ અને તેમના સાથીઓને અભિનંદન. પૂર્વ ધારાસભ્યએ પણ ખૂબ કામ કર્યું છે. મને કાર્યકરોની તાકાત પર વિશ્વાસ છે. 156 બેઠક આવી પરંતુ 26 બેઠક રહી ગઈ છે. ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા કાર્યાલય ખુલ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે