Gandhinagar કોલેરાને ઝપેટમાં! જિલ્લા કલેક્ટરે આ ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત વિસ્તાર કર્યા જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-01 17:06:44

હિટવેવને કારણે અનેક લોકો બિમાર પડ્યા છે... અસહ્ય ગરમીને કારણે લોકો હિટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે.. એક તરફ હિટસ્ટ્રોકના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોલેરા એ હદે ફાટી નિકળ્યો છે કે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ચાર વિસ્તારોને, ચાર સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે.. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે..


ક્યા વિસ્તારને કરાયો કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર?  

જે વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે તે છે ગાંધીનગર જીલ્લાના દહેગામ, કલોલ, ચિલોડા,શિહોરી અને પેથાપુર વિસ્તાર... દેહગામનો અર્બન વિસ્તાર એસટી ડેપોથી બે કિલોમીટરનો વિસ્તારનો સમાવેશ થાય છે. તે સિવાય ચિલોડા સિહોલી જીઈબી રોડ વિસ્તારથી છાપરા સુધીના બે કિલોમીટરનો વિસ્તાર  પણ કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. 


તે સિવાય કલોલના રામદેવપુરા વાસ, ગાયનો ટેકરાથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાના ઝપેટમાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુરમાં નવા વણકર વાસ આંબેડકર હોલ વિસ્તારથી બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.


શું છે કોલેરાના લક્ષણો? 

કોલેરાના લક્ષણોની વાત કરીએ તો ઝાડા  ઉલ્ટી થવા, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જવું,થાક લાગવો... કોલેરા અનેક વખત દૂષિત પાણીને કારણે પણ થાય છે.. ઝાડા, ઉલ્ટી થવાને કારણે શરીરમાં પાણીની અછત થાય છે.  જો યોગ્ય સારવાર કોલેરાની ના કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.. મહત્વનું છે કે કોલેરાના કેસો  ધીરે ધીરે માથું ઉચકી રહ્યા છે.. અનેક વખત દૂષિત પાણી પીવાને કારણે કોલેરા થવાનું સંકટ વધતું હોય છે. તમે તમારૂં અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો..     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.