વિજાપુર બેઠકથી સી જે ચાવડાની ટિકિટ કન્ફર્મ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:10:44

ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં નવા રૂપ સામે આવી રહ્યા છે રાજકીય પક્ષોનો માહોલ ગરમાઈ રહ્યો છે કોંગ્રેસના નેતાઓએ પણ સોગઠાં ગોઠવી દીધા છે. જેમાં કોંગ્રેસના નેતા સી. જે ચાવડા ગાંધીનગરની  ગાંધીનગરની ઉત્તર બેઠક છોડી અને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક લડવા જશે તેવા સંકેત આપ્યા છે.

 

ઉપરાંત વિજાપુર બેઠક પર કોંગ્રેસના તમામ દાવેદારો સી જે ચાવડાને સમર્થન પણ આપ્યું છે. કોઈ પણ ઉમેદવારે વિજાપુર બેઠક પરથી કોઈ પણ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું. સી.જે ચાવડાએ મહેસાણાની એક સભા બાદ કહ્યું કે હું વિજાપુરથી ચૂંટણી લડીશ.


 

સી જે ચાવડાએ શું કહ્યું

સભા બાદ સી જે ચાવડાએ કહ્યું “ આગેવાનોએ વતનમાં ચૂંટણી લડવા કહ્યું
વિજાપુર તાલુકો કોંગ્રેસ સાથે સંકયાળેલો છે. બધા આગેવાનો એકઠા થઈ મને કહ્યું કે તમે તમારા વતનમાં ચૂંટણી લડવા માટે આવો અને એક પણ વ્યક્તિએ પોતાનું ફોર્મ નથી ભર્યું. પાર્ટીએ આદેશ આપ્યો કે ગાંધીનગરથી તો તમે જીતો છો પરંતુ વિજાપુરની બેઠક લડી અને કોંગ્રેસને વધુ બેઠક આવે આટલે વિજાપુર લડવા જાવ



અરવલ્લીથી કથિત નકલી સિંચાઈ વિભાગની ઓફિસ મળી આવી છે તેવી માહિતી સામે આવી છે. ધવલસિંહ ઝાલાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે આ મામલે કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે નકલી કચેરી હોવાની બાબતનું ખંડન કર્યું છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાલ માટે અમદાવાદ અને ગાંધીનગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કૃષ્ણને અનેક લોકો માનતા હોય છે.. આ એક એવા ભગવાન છે જેમની પૂજા અલગ અલગ સ્વરૂપોમાં થાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દયારામની રચના.. આ એવી રચના છે જે અનેક લોકોને આવડતી હશે અને અનેક વખત તમે પણ બોલતા હશો..

ગુજરાતને અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.