હવે વર્ગ 4ના કર્મચારીઓ સરકાર સામે મેદાનમાં, પડતર માંગણીનોએ લઈ આવતીકાલે કરશે ધરણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 11:49:28

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર જબરદસ્ત જનાક્રોસનો સામનો કરી રહી છે. સરકારના લગભગ તમામ વિભાગના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. શિક્ષકો,આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો,નિવૃત આર્મી જવાનોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. ચોથા વર્ગના કર્મચારીઓએ તેમની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. ચોથા વર્ગના કર્મચારીઓ આવતીકાલે ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.


કર્મચારી સંકલન સમિતિની આંદોલનની ઘોષણા


ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે. પ્રશ્નોનો નિકાલ ન આવતા તારીખ 19-09-2022ના રોજ મિટિંગ બોલાવવામાં આવી છે. આગામી કાર્યક્રમો દિલ્હી ખાતે જંતરમંતર પર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામા, ફિક્સ ભરતીની પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતન, ફિક્સ પગારના છે તેમને પૂરા પગારમાં નિમણૂક આપે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યા છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે