CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના, દિલ્લીમાં ઉમેદવારોના નામોની ચર્ચા કરાશે બાદમાં આખરી મ્હોર લાગશે !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-07 19:00:19


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થયા પછી ભાજપ ,કોંગ્રેસ અને AAP ચૂંટણી જીતવા તૈયારીયો કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની એક પછી એક યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ ગઈ કાલે 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. બીજેપી ઉમેદવારો પસંદગી માટે વિવિધ પ્રક્રિયા માટે ધમધમાટ શરૂ કરી દીધા છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા સહિત ચૂંટણીલક્ષી મંથન કર્યું હતું. મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા થશે


CM અને CR દિલ્હી જવા રવાના !!


ભાજપ ઉમેદવારો પસંદગીની કામકાજ શરૂ કરી દીધું છે જેમાં ઉમેદવારોના નામ જાહેર કરવા મંથન કર્યું હતું. જે મંથનબાદ તે યાદીને દિલ્હી ખાતે મોકલવમાં આવી હતી. દિલ્હીમા ખાતે ભાજપના ઉમેદવારોના નામની ચર્ચા થશે. જે ચર્ચા માટે આજે  CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્લી જવા રવાના થયા છે, જ્યાં ભાજપના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે જે ચર્ચા બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે.


દિલ્હીમાં આખરી મોહર લાગશે !!!


વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપનું મંથન થયું હતું. અમિત શાહના અધ્યક્ષસ્થાને પ્રદેશ ભાજપની પર્લામેન્ટ્રી બોર્ડની 3 દિવસની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભાની તમામ 182 બેઠકોના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જે ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં ચર્ચા કરવામાં આવશે જે બાદ દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે.



સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચી લીધી જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો તેમના સમર્થકો દ્વારા. ત્યારે વિવાદને શાંત કરવા માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે હર્ષ સંઘવી સાબરકાંઠાના પ્રવાસે ગયા છે.

બેરોજગારીનું દર ભારતમાં પ્રતિવર્ષ વધી રહ્યું છે. શિક્ષિત યુવકો બેરોજગારો વધારે નોંધાયા છે. બેરોજગારોમાં શિક્ષિત લોકોની ટકાવારી સૌથી વધારે છે. આવનાર સમયમાં આ બેરોજગારી દર વધારે વધી પણ શકે છે.

ગુજરાતના અનેક સાંસદોના પત્તા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. અમુક સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે. સાંસદોનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો જે સાંસદોએ સંસદમાં ઓછા પ્રશ્ન પૂછ્યા છે તેમને ટિકીટ આપવામાં આવી છે.

ચૂંટણી લડવા માટે નિર્મલા સીતારમણે ના પાડી દીધી છે. પાર્ટી દ્વારા તેમણે ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પૈસા નથી તેમ કહી ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.