બિપોરજોય વાવાઝોડાની ભયાનકતાને લઈ CM ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક, આ મંત્રીઓને સોંપી જિલ્લાની જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-06-11 18:55:09

ગુજરાત પર વિનાશક ચક્રવાત બિપરજોયનો ખતરો તોળાઈ રહ્યો છે. આ મહા વિનાશક વાવાઝોડું પોરબંદરથી 420 કિ.મી. દૂર છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અતિ વિનાશક વાવાઝોડું પસાર થઇ શકે છે. સૌરષ્ટ્રના તમામ પોર્ટ પર 4 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વિનાશક વાવાઝોડું દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. કચ્છમાં વાવાઝોડુ 150 કિમિ પ્રતિ ઝડપે જમીન ઉપર ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાની ભયાનકતા જોઈ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.  વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આ તમામ મંત્રીઓને તેમને સોંપાયેલા જે તે જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.


આ મંત્રીઓને સોંપાઈ જિલ્લાની જવાબદારી 


મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં 1-કચ્છ -મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનશેરીયા, 2-મોરબી- કનુભાઈ દેસાઈ, 3-રાજકોટ-રાઘવજી પટેલ, 4-પોરબંદર- કુંવરજી બાવળિયા, 5-જામનગર-મુળુ ભાઇ બેરા, 6-દેવભૂમિ દ્વારકા- હર્ષ સંઘવી, 7-જૂનાગઢ-જગદીશ વિશ્વકર્મા, 8-ગીર સોમનાથ- પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.


બેઠકમાં આ ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર


બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી સમીક્ષા બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે