CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ કરશે 24 યાત્રાધામોની સફાઈ, અખાત્રીજના દિવસ થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-04-19 20:00:39

ગુજરાતના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતાને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોટી પહેલ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ દ્વારા મંદિરોમાં સફાઈ કરવામાં આવશે. સરકારના નિર્ણય મુજબ રાજ્યના 24 જેટલા ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ કરવામાં આવશે.મુખ્યમંત્રી અને મંત્રીઓ જ નહીં ધારાસભ્ય અને સાંસદો પણ આ સફાઈ અભિયાનમાં જોડાશે. આ નેતાઓ સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિતના યાત્રાધામોની મુલાકાત લઈ ત્યાંની સફાઈ કરશે.


કોણ ક્યાં સફાઈ કરશે?


ગાંધીનગરના સચિવાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે રાજ્યભરના પવિત્ર યાત્રાધામોની સફાઈને લઈને એક વિશેષ અભિયાન આ દિવસે ચલાવવામાં આવશે. જેમાં સી.આર પાટીલ, સુરતના અંબાજી મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાન, ઋષિકેશ પટેલ, ઊંઝા ઉમિયા ધામ ખાતે  ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ડાંગના સબરીધામની સફાઈ કરશે.


અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, જુનાગઢ અંબાજી મંદિર ખાતે રાઘવજીભાઈ પટેલ, મહેસાણાના બેચરાજી ખાતે બળવંતસિંહ રાજપુત દ્વારકાધીશ મંદિર ખાતે મૂળભાઈ બેરા,બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે બચુભાઈ ખાબડ અને સુરતના કામરેજ ખાતે ગાયપગલા મંદિર ખાતે મુકેશ પટેલ આ અભિયાનમાં જોડાશે.


તે ઉપરાંત ડાકોર ખાતે રમણ સોલંકી માતાના મઢ કચ્છ ખાતે વિનોદ ચાવડા, શામળાજી ખાતે ભીખુ સિહજી પરમાર પાવાગઢ ખાતે જેઠાભાઈ ભરવાડ, સૂર્યમંદિર મોઢેરા ખાતે શારદાબેન પટેલ અને રમેશભાઈ કાગવડ ખોડલધામ ખાતે સફાઈ અભિયાનનું નેતૃત્વ કરશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે